બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat government tightens its belt to control cyber crime, gift of cyber crime police station to 14 districts of the state

લોકાર્પણ / સાયબર ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે કમર કસી, રાજ્યના 14 જિલ્લાને અપાઇ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભેટ

Vishal Khamar

Last Updated: 09:50 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વધતા જતા સાયબર ક્રાઈમને લઈ પોલીસ સતર્ક બની છે. રાજ્યનાં ગૃહમંત્રી દ્વારા 244.57 કરોડનાં ખર્ચે જીલ્લા કક્ષાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સહિત અન્ય લોકાર્પણ કર્યા હતા.

  • રાજ્યમાં 14 જીલ્લાઓમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરાયું
  •  પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં 667 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો
  • સાયબર ક્રાઈમ હેલ્પલાઈ નંબર 1930 પણ જાહેર કરાયો

ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં બનતી સાયબર ક્રાઈમની ઘટનાઓને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તા. 30 અને 31 ડિસેમ્બર દરમ્યાન દાહોદ, ખેડા, નર્મદા, મહિસાગર, તાપી-વ્યારા, ડાંગ આહવા, મોરબી, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર, અરવલ્લી, પાટણ, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગ્ર નગર મળી સમગ્ર રાજ્યનાં અલગ અલગ સ્થળનાં 14 સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવીન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો દ્વારા પોલીસ વધુ ઝડપતી અને ચોકસાઈથી કાર્ય કરીને પીડિતોની મદદ કરી શકશે. સાયબર ક્રાઈમ હેલ્પલાઈ નંબર 1930 પણ જાહેર કરાયો હતો. 

વધુ વાંચોઃ અમદાવાદમાં મોડી રાતે ડ્રિંક-ડ્રાઈવના આટલા કેસ નોંધાયા, પોલીસને મળશે 200નું ઈનામ

આરોગ્યલક્ષી કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું
તાજેતરમાં જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અદ્યતન બસ સ્ટેન્ડ, સંપૂર્ણ સુવિધાથી સજ્જ પોલીસ આવાસો, નવીન પોલીસ સ્ટેશનનાં મકાન, તેમજ નવીન 50 એસટી બસ તેમજ વિવિધ આરોગ્યલક્ષી કાર્યોનું ઈ લોકાર્પણ કર્યા હતા.  

પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં 667 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો
તેમજ પીએમ સ્વનિધિ યોજનાનાં લાભાર્થીઓને 57 કરોડથી વધુ લાભો અપાયા હતા. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં 667 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો. તેમજ ડેસર તાલુકાનાં નવા શિહોરા ગામે ભારત સંકલ્પ યાત્રાાં સહભાગી થઈ રૂા. 2.73 કરોડનાં આરોગ્યલક્ષી પ્રોજેક્ટનો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ