બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat government important decision 33 incharge secretaries appointed coronavirus

નિમણૂક / કોરોના વાયરસ પર કાબૂ મેળવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 33 જિલ્લામાં 33 પ્રભારી સચિવ નિમાયા

Hiren

Last Updated: 10:51 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરૂવારે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ લેવાયો છે. કોરોનાના વધતા કેસના પગલે રાજ્યના 33 જિલ્લાના 33 પ્રભારી સચિવોની રાજ્ય સરકારે નિમણૂક કરી છે.

  • રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઇને સરકારનો નિર્ણય
  • સિનિયર અધિકારીઓને જિલ્લા પ્રમાણે સોંપાઇ જવાબદારી
  • તમામ 33 જિલ્લામાં નવા પ્રભારી સચિવોની નિમણૂક

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને કાબૂમાં રાખી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના ૩૩ જિલ્લાઓની અસરકારક દેખરેખ અને નિયંત્રણ માટે સરકાર દ્વારા IAS અધિકારીઓની નિમણૂક જે તે જિલ્લાના પ્રભારી તરીકે કરવામાં આવી છે. 

જિલ્લા વહીવટીતંત્ર-સંબંધિત મનપા દ્વારા લેવામાં આવેલા પગલાનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્ર મનપાએ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવા માટે સંબંધિત જિલ્લા પ્રભારી સચિવને તેમની મૂળ ફરજ ઉપરાંત તાત્કાલિક અસરથી નિમણૂંક કરવામાં આવી છે.

રાજ્ય સરકારના 28 ઓક્ટોબર 2021 હુકમથી જિલ્લાઓ માટે પ્રભારી સચિવોની નિમણૂંક કરવામાં આવી હતી. હવે કોવિડ-19ની પરિસ્થિતિ અનુસંધાને અગાઉ જિલ્લાઓમાં જેમને પ્રભારી સચિવ તરીકે કામગીરી કરી હોય, તેમાં સાતત્ય જળવાઇ રહે તે હેતુથી તારીખ 28 ઓક્ટોબર 2021ના આદેશમાં ફેરફાર કરી નીચે મુજબના IAS અધિકારીઓને અલગ અલગ જિલ્લાઓમાં પ્રભારી સચિવ તરીકે નિમણૂંક કરાઈ છે.

ગુજરાતમાં નવા 4213 કોરોનાના કેસ

ગુજરાતમાં જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4213 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ચૂકી છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં1835 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1105 કેસ તો વડોદરામાં 116, કેસ અને રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ સામે આવ્યા છે.આજે 5.01 લાખ લોકોને વેક્સિન આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 9.23 કરોડ વેક્સિનના ડોઝઅપાઈ ચૂક્યા છે. તો બીજી તરફ તમામ આરોગ્ય અધિકારીઑ અને કર્મચારીઓની રજા પણ રદ્દ કરી નાખવામાં આવી છે. કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ