બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat government cabinet meeting gandhinagar chief minister bhupendra patel main agendas vibrant summit bpl card holders prime minister narendra modi

ગાંધીનગર / CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: PM મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓની થશે સમીક્ષા, BPL કાર્ડધારકોને મળી શકે છે ખુશખબર

Malay

Last Updated: 07:50 AM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર ન્યૂઝઃ આજે ગાંધીનગરમાં સવારે 10.30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, જેમાં રાજ્યના મહત્વના અને પ્રાથમિક પ્રશ્નોને લઈને કરાશે ચર્ચા.

  • આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળશે
  • CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
  • ખેલ મહાકુંભના આયોજન સંદર્ભે ચર્ચા થશે 

Gandhinagar News: આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ આ બેઠકમાં ખેલ મહાકુંભના આયોજન સંદર્ભે કેબિનેટમાં ચર્ચા થશે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવામાં આવે છે. 

CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: નુકસાનીના વળતર સહિતના મુદ્દાઓ પર કરાશે  ચર્ચા, જાણો કઇ-કઇ બાબતો આવરી લેવાશે | A cabinet meeting will be held today  at ...

BPL કાર્ડધારકો માટે લેવાઈ શકે છે નિર્ણય
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આજની કેબિનેટની બેઠકમાં BPL કાર્ડધારકો માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. આજની બેઠકમાં પુરવઠા વિભાગ દ્વારા BPL કાર્ડધારકોને અનાજ તેમજ તેલનું ફ્રીમાં વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. 

PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓની સમીક્ષા થશે
કેબિનેટની બેઠકમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, પીએમ મોદી 31મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપે તેવી શક્યતાઓ છે. ત્યારે આજની આ બેઠકમાં પીએમ મોદીના પ્રવાસની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. 

આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક: રાજ્યમાં લીલા દુષ્કાળ, રખડતા ઢોર અને લમ્પી  વાયરસ જેવા મહત્વનાં મુદ્દે થશે ચર્ચા | Cabinet meeting of Gujarat  government will ...

ખેલમહાકુંભના આયોજન સંદર્ભે થશે ચર્ચા 
રાજ્ય સરકારે આવતા વર્ષે યોજાનારી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત સરકારની વાયબ્રન્ટ સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે. તેથી આ વખતની સમિટમાં ગુજરાત સરકાર કોઈ કસર છોડવા માંગતી નથી. ત્યારે  આજની બેઠકમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ તૈયારીઓની સમીક્ષા થશે. ગાંધીનગર ખાતે યોજાનારી કેબિનેટની બેઠકમાં ખેલ મહાકુંભના આયોજન સંદર્ભે ચર્ચા થશે. સાથે જ  ગુજરાત સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ ચર્ચા થશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ