બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat government announced 10000 recruitment 12 big news

2 મિનિટ 12 ખબર / ગુજરાત સરકારે 10,000 ભરતીની કરી જાહેરાત, સોનાના ભાવ ઘટીને કેટલા થયા? વર્લ્ડ કપ હાઈવૉલ્ટેજ મોડ પર

Kishor

Last Updated: 07:28 AM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં મનિષ સોલંકીના પરિવાર સહિતની સામુહિક આત્મહત્યા કેસમાં ધંધાના ભાગીદારનું દબાણ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જાણો 12 મોટા સમાચાર

Biggest breakthrough in Solanki family mass suicide case in Surat

સુરતમાં મનિષ સોલંકીના પરિવાર સહિતની સામુહિક આત્મહત્યા કેસમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. તેવામાં પોલીસે કરેલી તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. મનિષ સોલંકી સહપરિવાર સામુહિક આત્મહત્યા પૂર્વે બીજી ચિઠ્ઠી લખી હતી. જેમાં મનિષ સોલંકીની આત્મહત્યાનું કારણ ધંધાના ભાગીદારનું દબાણ હોવાનો ઘટસ્ફોટ થયો છે.તપાસમાં સામે આવ્યું કે મનિષ સોલંકીએ ઇન્દ્રપાલ નામની વ્યક્તિ સાથે ભાગીદારીમાં હાર્ડવેરનો ધંધો શરૂ કર્યો હતો. હાર્ડવેરના અનેક બિલ એક સાથે આપ્યા હતા અને મોટી રકમની લોન પણ મનિષ સોલંકી પાસે લેવડાવી હોવાનું પણ બહાર આવ્યું છે. બાદમાં દિવાળી સમયે પેમેન્ટ આપવા ઇન્દ્રપાલ શર્મા દબાણ કરતો હતો અને આ અંગે ચિઠ્ઠીમાં ઉલ્લેખ પણ કરાયો છે. ત્યારબાદ ઇન્દ્રપાલના દબાણને લઈને મનિષ સોલંકીએ સહપરિવારનું જીવતર ઝેર થયું હતું. જેથી તમામેં અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. આથી અડાજણ પોલીસે ઇન્દ્રપાલ શર્માની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે.

Gujarat government has announced a big recruitment in Anganwadi

રાજ્યમાં આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જે અનુસાર રાજ્યમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. એટલે કે 10,000 થી વધુ જગ્યા ભરવામાં આવશે અને આ અંગે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત આજે 8 નવેમ્બર રાત્રે 12:00 વાગ્યાથી શરૂ થવા જઈ રહી છે જે 30 નવેમ્બર સુધી કરી શકાશે.રાજ્યમાં 53000 આંગણવાડી આવેલી છે. જેમાં વર્ષે કુલ દસ હજારથી વધુ ભરતી થશે.

How low will you stoop': PM attacks Nitish Kumar over population control remarks

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિધાનસભામાં યૌન સંબંધ પર પોતાની ટિપ્પણીને લઈને ભારે વિવાદમાં ફસાયા છે. માફી માગ્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તેમના પર પ્રહારો કરી રહી છે. બિહાર વિધાનસભામાં થયેલા હોબાળા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. મધ્યપ્રદેશમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે શું આવા નેતાઓ માતા અને બહેનોનું ભલું કરી શકે છે? એમપીના ગુનામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ નામ લીધા વગર નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, "જે લોકો દેશની વર્તમાન સરકારને ઉથલાવવા માટે વિવિધ રમતો રમી રહેલાં INDIA Allianceના ઝંડા સાથે ફરી રહ્યાં છે, તેઓ વિધાનસભામાં આવી ભાષામાં વાત કરે તેવી કોઇ કલ્પના પણ ન કરી શકે જેમાં માતા-બહેનો પણ હાજર હતી. તેમને આવું કહેતા શરમ નથી આવતી. 

The Food Safety and Standards Authority of India has made a rule that it is mandatory to write the date on which sweets are...

તહેવારો પર ખાણી-પીણીની ચીજ વસ્તુઓમાં ભેળસેળીઆઓ બેફામ બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે, ત્યારે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો પણ એક્શનમાં આવ્યું છે. લોકોના આરોગ્યલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. FSSAIએ લૂઝ મીઠાઇ પર તારીખ લખવાનો ફરજિયાત કર્યો છે. મીઠાઇ બનાવો છે તે તારીખ લખવી ફરજિયાત છે. જેના કારણે ગ્રાહકો તે વાનગીની બનાવટની તારીખ જાણી શકેશે અને તે અનુસંધાને ખરીદી કરી શકે છે. 

cash for query case mahua moitra ethics committee recommends ending mahua moitra parliament membership

કેશ-ફોર-ક્વેરી કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. સૂત્રોનો દાવો છે કે લોકસભાની એથિક્સ કમિટીએ મહુઆને સંસદમાંથી હાંકી કાઢવાની ભલામણ કરી છે. કમિટીએ કેશ ફોર ક્વેરી કેસમાં સમયબદ્ધ તપાસ કરવાની ભલામણ કરી છે. ભારત સરકારે દર્શન હિરાનંદાનીના રોકડ વ્યવહાર મામલે તપાસ કરવાની ભલામણ કરી છે.કેશ-ફોર-ક્વેરી કેસમાં આ જ લોકપાલે મહુઆ મોઈત્રા સામે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ એવો દાવો કર્યો છે. 

5 more deaths in Gujarat today, heart attacks in Surat-Rajkot and Vadodara hit the family hard

રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળો વધી રહી છે ત્યારે બુધવારે ફરી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એક જ દિવસમાં 5 લોકોના મોત થયા છે. હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ફરી સુરતમાં બે, વડોદરામાં બે તો રાજકોટમાં એકનું હાર્ટ એટેકથી મોત થયું છે. 

No relief to Hardik Patel in the case of misbehavior with the police

ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન વર્ષ 2018માં હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાયા બાદ હવે આ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આ કેસમાં હાર્દિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં કેસમુક્ત થવા અરજી કરી હતી. જોકે તમામ દલીલોને અંતે કોર્ટે હાર્દિક પટેલને કોઈ રાહત આપી નથી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી મામલે મૌખિક હુકમ કર્યો છે. મહત્વનું છે કે, હવે આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે. 

Ahmedabad 15th rank of pollution city has come up. Currently, Ahmedabad's air quality AQI is 160.

 અમદાવાદમાં પ્રદૂષણ વધવાનો મામલો સામે આવ્યો છે. એર પોલ્યુશન વધતા AMC તંત્રનો સર્વેમાં ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે.નેશનલ લેવલે પોલ્યુશન પ્રમાણે વધતા પ્રદૂષણને લઈ તંત્ર ચિંતામાં મુકાયો છે. અત્રે જણાવીએ કે, અમદાવાદનો પોલ્યુશન સિટીના 15મો ક્રમાંક સામે આવ્યો છે. હાલ અમદાવાદનો એર  ક્વોલિટી AQI 160 નોંધાયો છે. સ્ટેડિયમ,પીરાણા રાયખડ વિસ્તારમાં એર ક્વોલિટી 100થી ઉપર રિપોર્ટમાં નોંધાયો છે. એએમસીએ કહ્યું કે, મણિનગર,એરપોર્ટ,પીરાણામાં સૌથી વધુ પોલ્યુશન છે. જ્યારે આરોગ્ય અધિકારીએ કહ્યું કે,  કંટ્રેક્શન સાઈટ પોલ્યુશન માટે મુખ્ય જવાબદાર છે. સિટીમાં આવેલ ઇન્ડસ્ટ્રીલ એકમોમાં પણ GPCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલ્યુશન દૂર કરવા માટે AMC કાર્યવાહી કરી રહી છે અને  ખાસ દિવાળી સમયે એર ક્વોલિટી ખરાબ થતી હોય છે.

Supreme Court alerted whatsapp users to delete all the data from their previous phone number

સુપ્રીમ કોર્ટે ઈંસ્ટેંટ મેસેજિંગ એપ Whatsapp ને લઈને મોટો નિર્ણય આપ્યો છે. SCએ વોટ્સએપ યૂઝર્સને ચેતવણી આપી છે કે તેઓ પોતાનો ફોન નંબર ડિએક્ટિવેટ કરતાં પહેલા તમામ ડેટાને વોટ્સએપથી ડિલીટ કરી દે! મોટી ટેલિકૉમ કંપનીઓ Jio, Airtel અને VIની તરફથી કોર્ટમાં ડીએક્ટિવેટ થઈ ચૂકેલ મોબાઈવ નંબરને ટ્રાંસફર કરવાની છૂટ માંગવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે ટેલિકૉમ કંપનીઓને ડીએક્ટિવેટ મોબાઈલ નંબર, નવા ગ્રાહકોને એલોટ કરવાની માંગનો સ્વીકાર કર્યો છે. એટલે કે હવે ટેલિકૉમ તમારો બંધ પડેલો મોબાઈલ નંબર કોઈ બીજા યૂઝરને આપી શકે છે. SCએ વોટ્સએપ ડેટાને લઈને એડવાઈઝરી જાહેર કરી છે કે જો તમારો પણ કોઈ જૂનો નંબર હોય જે બંધ હોય તો તેનો વોટ્સએપ ડેટા ડિલીટ કરી દેજો. નહીંતર એ નંબર જ્યારે કોઈ બીજાને એલોટ થશે ત્યારે તમારો ડેટા બીજાનાં ફોનમાં શિફ્ટ થઈ શકે છે.

GOLD SILVER rate today 8 november Gujarat Ahmedabad

 માર્કેટમાં સોના-ચાંદીનાં ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. ગૂડ રિટર્નસનાં આંકડાઓ અનુસાર ગત રોજ 8 નવેમ્બર 2023એ ગુજરાતમાં 22 કેરેટ સોનાનો ભાવ 56150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જે મંગળવારની સરખામણીએ સોનાનાં ભાવમાં 150 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ સોનાની વાત કરીએ તો મંગળવારે ૧૦  ગ્રામ સોનાનો ભાવ 61410 રૂપિયા હતો જે 160 રૂપિયાનાં ઘટાડા બાદ બુધવારે 61250 રૂપિયા થયો છે.

Sara Tendulkar deepfake photo with shubhman gill went viral on social media

બોલિવૂડની અનેક એક્ટ્રેસની ફોટોશોપ્ડ, મોપ્ડ અને ડીપફેક જેવી ફોટોઝ અને વીડિયોઝ સામે આવતી રહે છે. હાલમાં જ રશ્મિકા મંદાનાની એક ફેક વીડિયો વાયરલ થઈ હતી. આ બાદ કેટરીના કૈફ પર ફંસાઈ હતી. હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. આ નામ છે સચીન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર!. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ફોટોમાં સારા તેંડુલકર, ઈંડિયન ક્રિકેટર શુભમન ગિલનાં ગળામાં હાથ રાખેલી નજરે પડે છે. આ ફોટો ધોની પોપા નામના એક યૂઝરે શેર કરી છે. સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે,' સારાએ કંફર્મ કરી દીધું કે તે શુભમન ગિલને ડેટ કરી રહી છે.' આ પોસ્ટ બાદથી જ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હી છે. જો કે આ ફોટોમાં અન્ય યૂઝરે કમેન્ટ કરીને ડીપફેક મામલા વિશે જાણકારી આપી. યૂઝરે સારાની ઓરિજનલ ફોટોને શેર કરીને જણાવ્યું કે  આ ફોટો ફેક છે. સારા શુભમન ગિલને નહીં પોતાના ભાઈ અર્જુન તેંડુલકર સાથે નજર આવી રહી છે.

England snap five-match losing streak with 160-run victory over Netherlands

ઈંગ્લેન્ડે તેની છેલ્લી મેચમાં નેધરલેન્ડને હરાવીને વર્લ્ડ કપમાંથી સન્માપૂર્વક વિદાય લઈ લીધી છે. જોકે તેની 11 નવેમ્બરે પાકિસ્તાન સામે છેલ્લી મેચ બાકી છે. પુણેમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરીને ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટમાં 339 રન બનાવ્યાં હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 37.2 ઓવરમાં 179 રન જ બનાવી શકી હતી. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ બન્ને વર્લ્ડ કપમાંથી આઉટ થયા છે. ઈંગ્લેન્ડની હવે છેલ્લી મેચ પાકિસ્તાન સામે બાકી છે જે 11 નવેમ્બેર રમાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ