બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Gas has increased the prices of CNG and PNG

ઝટકો / વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો ડબલ ડૉઝ! CNG-PNGના ભાવમાં ફરી ગુજરાતમાં વધારો, જાણો નવા ભાવ

Malay

Last Updated: 01:42 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

  • નવા વર્ષની શરૂઆતમાં મોંઘવારીનો માર
  • ગુજરાત ગેસે CNG અને PNGના ભાવમાં કર્યો વધારો
  • CNG અને PNGના ભાવમાં 5 ટકાનો વધારો 

વર્ષ બદલાયું પણ મધ્યમ વર્ગની સ્થિતિ ઠેરની ઠેર છે. મધ્યમ વર્ગીય પરિવારો પર મોંઘવારીનો માર વધતો જાય છે. નવું વર્ષ શરૂ થયું એને માંડ ચાર દિવસ થયા છે, ત્યાં ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આજે ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ દ્વારા CNG અને PNGની કિંમતોમાં 5 ટકાનો વધારો કરાયો છે.

CNG અને PNGના ભાવમાં વધારો
ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર CNG ગેસના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તો સાથે જ PNGના ભાવમાં પણ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે વાહનચાલકોએ ગુજરાત ગેસના CNG માટે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ વધેલા ભાવ આજથી અમલી થઈ ચૂક્યા છે. 

મોંઘવારીનો વધુ એક ડામ, અદાણી બાદ ગુજરાત ગેસે પણ ભાવ વધાર્યા, જાણો CNG અને  PNG માં કેટલો થયો વધારો | After Adani, Gujarat Gas also increased CNG, PNG  gas prices

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં થયો હતો વધારો
સરકારી તેલ કંપનીઓએ 1 જાન્યુઆરી, 2023ના રોજ ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરી હતી. એ મુજબ 1 જાન્યુઆરી, 2023થી ગેસ સિલિન્ડરની કિંમતો વધી હતી. ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયા સુધીનો વધારો થયો હતો. જો કે, આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારા બાદ દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,769 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,870 રૂપિયા પર પહોંચી ગઈ છે. 

ગત મહિનેકિંમતમાં  નહોતો થયો કોઈ ફેરફાર
1 ડિસેમ્બરના રોજ રસોઈ ગેસ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. 19 કિલોગ્રામનો ગેસ સિલિન્ડર કોમર્શિયલ હોય છે અને 14.2 કિલોગ્રામનો ગેસ સિલિન્ડર ઘરેલુ રસોઈ ગેસ હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ