બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Budget 2024: Rishikesh Patel said 100 crores will be spent on health
ADVERTISEMENT
ગાંધીનગર: કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અંદાજપત્રની વિવિધ જોગવાઇ પર વિધાનસભામાં થયેલ સામાન્ય ચર્ચામાં જણાવ્યું કે,આ વર્ષનું બજેટ મહિલાઓ, યુવાનો, ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગને સમાવિષ્ટ કરે છે. સર્વગ્રાહી , સર્વસમાવેશી અને સર્વસ્પર્શી આ બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 સુધીના વિકસીત ભારત સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં પહેલું કદમ છે. વિકસીત ભારત 2047ના સંકલ્પને પૂર્ણ કરવા ગુજરાત સારથીની ભૂમિકા ભજવશે.સરકારે કુલ બજેટના અંદાજીત 23 ટકા રકમ આ બંને વિભાગો માટે ફાળવી છે.
“મારૂ ગામ , કુપોષણ મુક્ત ગામ”
ADVERTISEMENT
હોસ્પિટલને ઓટોનોમસ બનાવવા 100 કરોડ ખર્ચાશે
અમદાવાદ સિવિલ મેડિસીટીની સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ, આંખની એમ.એન્ડ જે ઇન્સ્ટીટ્યુટ અને ડેન્ટલ હોસ્પિટલને ઓટોનોમસ બનાવવા રૂ. 100 કરોડની ઐતિહાસિક નાણાકીય જોગવાઇ કરાઇ છે.કેન્સરની વર્લ્ડ ક્લાસ સારવાર માટે સાયક્લોટ્રોન અને પ્રોટોન જેવી થેરાપી માટે રૂ. 600 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
ADVERTISEMENT
સ્પોર્ટ્સ ક્ષેત્રે નવીનીકરણ માટેની જોગવાઈઓ
સ્પોર્ટ્સ ક્ષેત્રે ટેકનોલોજીના મદદથી સંશોધન અને નવીનીકરણ કરવા માટે રૂ. 35 કરોડના ખર્ચે નવીન સ્પોર્ટ્સ ટેકનોલોજી સેન્ટર બનાવવાની પહેલ સરકારે હાથ ધરી છે. કૌશલ્ય અને ટેકનોલોજીના સમન્વયથી ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય અને ઓલ્મિપક સ્તરના ખેલાડીઓ તૈયાર થશે.
વધુ વાંચો: સોનું ખરીદવાનો પ્લાન હોય તો આ સરકાર લાવી રહી છે ગોલ્ડન ચાન્સ! જાણો ગોલ્ડ બોન્ડના ફાયદા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.