બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Board Class 12 Science Stream Supplementary Exam Result Declared
Malay
Last Updated: 08:19 AM, 25 July 2023
ADVERTISEMENT
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. તેમજ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણી શકે છે. આ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થી આ વર્ષે જ કોલેજમાં વિવિધ વિદ્યા શાખાઓમાં પ્રવેશ મેળવી શકશે.
ADVERTISEMENT
ઓનલાઈન જાહેર કરાયું પૂરક પરીક્ષાનું પરિણામ
આપને જણાવી દઈએ કે, ગત માર્ચ મહિનામાં લેયાવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ માત્ર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓને ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર લેવા અંગે હવે પછી જાણકારી આપવામાં આવશે. વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ પોતાની શાળામાંથી જ મળશે.
વોટ્સઅપ પર જાણી શકે છે પરિણામ
પરીક્ષાર્થીઓ વેબસાઇટ ઉપરાંત વોટ્સએપ પર પણ પરિણામ જોઈ શકે છે. પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે બોર્ડ દ્વારા વેબસાઈટની સાથે-સાથે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણી શકાશે.
જુલાઈમાં લેવાઈ હતી પરીક્ષા
આપને જણાવી દઈએ કે, ધોરણ 10 અને 12માં એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા યોજવામાં આવે છે. આ વર્ષે માર્ચ મહિનામાં યોજાયેલી ધો.10-12ની પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક 10થી 14 જુલાઈ દરમિયાન લેવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.