બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat ATS base in Punjab to dismantle Al Qaeda network, conspiracy to radicalize youth exposed

ચોંકાવનારા ઘટસ્ફોટ / અલ કાયદાના નેટવર્કને તોડી પાડવા ગુજરાત ATSના પંજાબમાં ધામા, યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું હતું ષડ્યંત્ર, થયો પર્દાફાશ

Pravin Joshi

Last Updated: 11:42 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ કાયદાના નેટવર્કને તોડી પાડવા ગુજરાત ATSનું પંજાબમાં સર્ચ ઓપરેશન. અમદાવાદ-યુપીમાંથી ઝડપાયેલા ચાર બાંગ્લાદેશીઓ અલ કાયદાનો પ્રચાર કરવા 13 દિવસ સુધી પંજાબના લુધિયાણામાં રોકાયા હતા

  • અલકાયદાના નેટવર્ક સામે ગુજરાત ATS મેદાનમાં
  • ગુજરાત ATS એ પંજાબમાં ધામા નાખ્યા
  • 4 બાંગ્લાદેશી યુવકોની નારોલ તેમજ UPથી ધરપકડ 

ગુજરાત એટીએસની ટીમે થોડા દિવસ પહેલાં ખતરનાક આતંકી સંગઠન અલ કાયદાનો પ્રચાર-પ્રસાર કરતા ચાર બાંગ્લાદેશી યુવકોની નારોલ તેમજ ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી. ચારેય બાંગ્લાદેશીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા, જેને લઇ એટીએસની એક ટીમે પંજાબમાં ધામા નામા નાખ્યા છે. ચારેય બાંગ્લાદેશીઓ પંજાબના લુ‌ધિયાણામાં રહીને આવ્યા હતા અને ત્યાં તેમણે ઘણા યુવકોનો સંપર્ક સાધ્યો હતો. અલ કાયદાના નેટવર્કને ક્રેક કરવા માટે ગુજરાત એટીએસની ટીમે કેન્દ્રીય એજન્સીઓની મદદ લઇને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.  

Tag | VTV Gujarati

બાંગ્લાદેશી યુવકની એટીએસની ટીમે ધરપકડ કરી 

રથયાત્રા પહેલાં જ બોગસ આઇડી પ્રૂફ બનાવીને શહેરના નારોલમાં રહેતા સોજીબ‌િમયાં નામના બાંગ્લાદેશી યુવકની એટીએસની ટીમે ધરપકડ કરી હતી. સોજીબ‌િમયાં બાદ બીજા ત્રણ બાંગ્લાદેશીઓની ઉત્તરપ્રદેશ તેમજ અમદાવાદથી ધરપકડ કરી હતી. ચારેય બાંગ્લાદેશી આતંકી સંગઠન અલ કાયદાનો પ્રચાર- પ્રસાર કરી રહ્યા હતા, જેથી એટીએસની ટીમે તેમને માહિતીના આધારે ઝડપી પાડ્યા હતા. બાંગ્લાદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડના આદેશથી દેશના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું હતું. એ ઉપરાંત આતંકવાદ માટે વિદેશમાંથી ભંડોળ એકત્ર કરવાના પણ કેટલાક પુરાવા એટીએસના હાથે લાગ્યા છે. રથયાત્રા પહેલાં જ આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે એ પહેલાં જ એટીએસએ આ ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો હતો.

ચારેય શખ્સો આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા

સોજીબમિયાં, આકાશખાન, મુન્નાખાન અને અબ્દુલ લતીફ નામના બાંગ્લાદેશી માણસો ગેરકાયદે ભારતમાં ઘૂસણખોરી કરી બોગસ આઈડી પ્રૂફ બનાવી ઘૂસી આવ્યા હતા. ચારેય શખ્સો આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા હતા. તેઓ યુવાનોને અલ કાયદામાં જોડાવા પ્રેરિત કરે છે તેમજ અલ કાયદા તન્ઝીમનો ફેલાવો કરવા માટે ફંડ ઊઘરાવી તેના આગેવાનોને પહોંચાડતા હતા. ઈનપુટની એટીએસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને મોહંમદ સોજીબમિયાં અહેમદઅલીની પૂછપરછ કરવામાં આવી હતી. સોજીબમિયાં તેની ટીમને લઇ પંજાબના લુ‌િધયાણામાં પણ ગયો હતો, જ્યાં તે કેટલાક યુવકોને મળ્યો હતો અને ફંડ પણ એકત્રિત કર્યું હતું. ચારેય બાંગ્લાદેશીઓની કબૂૂલાત બાદ છેલ્લા ઘણા દિવસથી એટીએસની ટીમે પંજાબમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પંજાબ પોલીસને સાથે રાખી એટીએસની ટીમે કેટલીક જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સોજીબ‌િમયાંએ ગુજરાત સહિત દેશનાં કેટલાંક રાજ્યોમાં અલ કાયદાનું નેટવર્ક તૈયાર કર્યું છે, જેને ક્રેક કરવા માટે એટીએસની ટીમે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની પણ મદદ લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ