બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Gujarat AAP's young MLA said - I will resign if necessary, Mansukh Vasava said welcome to BJP, see what the answer was

BIG NEWS / ગુજરાત AAPના યુવા ધારાસભ્યએ કહ્યું- જરૂર પડશે તો રાજીનામું આપીશ, મનસુખ વસાવાએ કહ્યું BJPમાં વેલકમ, સામે જુઓ શું જવાબ મળ્યો

Vishal Khamar

Last Updated: 03:58 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ તેઓનાં રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જરૂર પડશે તો હું સમાજ માટે રાજીનામું આપીશે. તેમજ મનસુખ વસાવાએ સમાજ સાથે લડતમાં સાથ આપવો જોઈએ.

  • UCC મામલે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન
  • UCCના કારણે આદિવાસી સમાજને નુકસાન થઈ રહ્યું છે- ચૈતર વસાવા 
  • જરૂર પડશે તો હું સમાજ માટે રાજીનામું આપીશઃચૈતર વસાવા
  • મનસુખ વસાવાએ સમાજ સાથે લડતમાં સાથ આપવો જોઈએ

મનસુખ વસાવાનાં નિવેદન બાદ ચૈતર વસાવાએ UCC  પર પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી UCC નાં સમર્થનમાં નથી. તેમજ UCC  ને લઈ આગામી દિવસોમાં AAP  તાલુકા કક્ષાએ વિરોધ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ વડોદરા ખાતે ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમમાં ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા પણ હાજર રહ્યા હતા. UCC માટે હજી સરકાર કામ કરી રહી છે. તેમજ સરકાર બધા લોકોને વિશ્વાસમાં લઈને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે. તેમજ લોકસભાની 26 બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે. 

જરૂર પડશે તો હું સમાજ માટે રાજીનામું આપીશઃ ચૈતર વસાવા
વધુમાં ચૈતર વસાવા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવા અંગે તેઓએ જણાવ્યું હતું કે જરૂર પડશે તો હું સમાજ માટે રાજીનામું આપીશ. ત્યારે ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાને લઈ ચૈતર વસાવાનું નિવેદન આપ્યું છે કે મનસુખ વસાવાએ સમાજ સાથે લડતમાં સાથ આપવો જોઈએ. પોતાનાં પદ પરથી રાજીનામું આપીને પણ મનસુખ વસાવાએ સમાજને સાથ આપવો જોઈએ. ત્યારે ગત રોજ મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ છે.  
UCC માટે હજી સરકાર કામ કરી રહી છે: મનસુખ વસાવા 
ગત રોજ વડોદરામાં ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ  UCC મામલે નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, UCC માટે હજી સરકાર કામ કરી રહી છે. તેમજ સરકાર બધા લોકોને વિશ્વાસમાં લઈને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે. ત્યારે ચૈતર વસાવાનાં રાજીનામાં આપવાની ચીમકી અંગે મનસુખ વસાવાએ કહ્યું હતું કે, ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ છે. તેમજ લોકસભાની 26 બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે. તેમજ જે.પી. નડ્ડાએ તમામ બેઠકો જીતવા માટે આહ્વાન કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ