બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Gujarat AAP vs BJP vs CONG on demand of separate Bhil region for tribal society

પ્રતિક્રિયા / આદિવાસી સમાજ માટે અલગ ભીલ પ્રદેશની માંગ પર ગુજરાત AAP vs BJP vs CONG, જુઓ કોનો કેવો 'મત'

Vishal Khamar

Last Updated: 11:21 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુહીમ શરૂ કરી છે. ત્યારે ચૈતર વસાવાએ આ મુહિમમાં ગુજરાત અને રાજસ્થાન સહિતનાં આદિવાસી નેતાઓને જોડાવા અપીલ કરી છે.

  • ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચાલુ કરી મુહીમ 
  • અલગ ભીલ પ્રદેશ બનવાની ચૈતર વસાવાએ મુહિમ ચાલુ કરી
  • અલગ ભીલીસ્તાન બનાવીશું-ચૈતર વસાવા 
  • ભીલીસ્તાન અમારો હક છે-ચૈતર વસાવા

ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસીઓના ભીલપ્રદેશના આદિવાસીઓને છુટા પાડી દેવામાં આવ્યા છે. ત્યારે આ ચાર રાજ્યોના આદિવાસીઓને ફરી એક કરી એક ભીલ પ્રદેશ બનાવવા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલપ્રદેશ બનાવવા માંગ કરી છે. અને આ માંગને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ..પણ એક આદિવાસી હોય તેમને આ અંગે રજુઆત કરશે અને ભીલ પ્રદેશની માંગણી કરી છે આ બાબતે ચાર રાજ્યોના આદિવાસી આગેવાનો ને મળીને આ પુનઃ ચળવળ ચલાવશે. ગુજરાતમાં પણ ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં આદિવાસી નેતાગીરીમાં પણ આ ચળવળમાં ચલાવી ભીલ પ્રદેશ ની માંગણી કરવમાં આવશે.

અમે આદિવાસી સમાજનો વિકાસ કરી શકીશુંઃ ધારાસભ્ય ચૈતર વસાવા
ધારાસભ્ય ચૈતર વસાવા નું કહેવું છે કે સરકાર અત્યારસુધી બસ આદિવાસીઓના નામે મતો ઉઘરવ્યા પણ કોઈ વિકાસ કર્યો નથી જંગલ જમીન છીનવી રહ્યા છે. નથી ભણવાની સગવડ કરતા નથી નોકરીઓ આપતા જેના કરતા અમારો અલગ ભીલ પ્રદેશ હશે તો અમે આદિવાસી સમાજનો વિકાસ કરી શકીશું.

આદિવાસી સંગઠિત બનો સરકાર ને કોઈ પ્રશ્ન હોય તો જાણ કરોઃનસુખ વસાવા

આદિવાસીસમાજનું રાષ્ટ્રીય સંગઠન થવું જરૂરી છેઃમનસુખ વસાવા
જ્યારે બીજી બાજુ ભાજપનાં સાંસદ મનસુખ વસાવા એ કહ્યું કે આદિવાસીસમાજનું રાષ્ટ્રીય સંગઠન થવું જરૂરી છે.પણ આ ભીલ પ્રદેશની માંગણી ખોટી છે કોઈ નેતા સફળ થયું નથી એટલે આદિવાસી સંગઠિત બનો સરકાર ને કોઈ પ્રશ્ન હોય તો જાણ કરો ની વાત કરી હતી.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવનારી ચૂંટણીની તૈયારી શરૂ કરી - અનંત પટેલ

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવનારી ચૂંટણીની તૈયારી શરૂ કરી - અનંત પટેલ
આપના MLA ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ બનવવાની મુહિમ શરૂ કરી છે. વાંસદા વિધાનસભાના કોંગી MLA અનંત પટેલે તેઓની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવનારી ચૂંટણીની તૈયારી શરૂ કરી છે.  ત્યારે આદિવાસ વોટ બેંક ઊભી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં આદિવાસી પ્રજાને પરિસ્થિતિ કપરી છે. આદિવાસી સમાજના વિવિઘ પશ્નો ગુજરાત સરકારમાં રજૂ કરાયા છે. આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીનના પ્રશ્નો રજૂ કર્યા છે. આ માત્ર ચૂંટણી સમયે વોટબેંક ઊભી કરવાના પ્રયાસો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ