બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat AAP in the fight to counter BJPs Yatra Saurashtra to start

યાત્રા VS યાત્રા / BJPની ગૌરવ યાત્રાને ટક્કર આપવા AAP મેદાને: સૌરાષ્ટ્રથી થશે શરૂઆત, કેજરીવાલનો જુઓ શું છે કાર્યક્રમ

Kishor

Last Updated: 04:55 PM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલથી દ્વારકાધીશના દર્શન કરી સૌરાષ્ટ્રથી આમ આદમી પાર્ટી દ્વારા લોકસંપર્ક કરવા યાત્રા યોજાશે. જે અંગે મનોજ સોરઠીયાએ સુરતમાં પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

  • આમ આદમી પાર્ટી પણ લોકસંપર્ક કરવા કાઢશે યાત્રા : સોરઠીયા
  • આવતીકાલથી દ્વારકાધીશના દર્શન કરીને સૌરાષ્ટ્રથી કરશે શરૂઆત
  • ઈસુદાન ગઢવી લોકસંપર્ક યાત્રાનો કરાવશે પ્રારંભ : સોરઠીયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આગમનને લઇને રાજકીય ગતિવિધિઑનો ધમધમાટ ચાલી રહ્યો છે.  ગમે તે ઘડીએ ચૂંટણીની જાહેરાત થાય તેવી સ્થિતિ વચ્ચે AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ ચૂંટણી અંગે નિવેદન આપ્યું છે. મનોજ સોરઠીયાએ કહ્યું કે ગુજરાતમાં લોકો હવે પરિવર્તનની માંગ કરી રહ્યાં છે. ત્યારે વધુને વધુ લોકો સુધી પહોંચવા આમ આદમી પાર્ટી દ્વારા પણ લોકસંપર્ક માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

ઈસુદાન ગઢવી લોકસંપર્કનો કરાવશે પ્રારંભ : સોરઠીયા
ચૂંટણી અગાઉ વધુને વધુ લોકો સુધી પહોંચવા અને સરકારની યોજના અંગે લોકોને માહિતગાર કરવા BJP દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે BJPની આ ગૌરવ યાત્રાને ટક્કર આપવા હવે AAP પણ મેદાને ઉતર્યું છે. જેમાં આવતીકાલથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને સૌરાષ્ટ્રથી આપ નેતા ઈસુદાન ગઢવી લોકસંપર્ક યાત્રાનો પ્રારંભ કરાવશે.આ અંગે મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, ઉત્તર ગુજરાત સહીત 60 વિધાનસભામાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 

AAPની સ્ટ્રેટેજી માટે કાર્યકરો સાથે મિટિંગ કરશે : સોરઠીયા
AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ સુરતમાં પત્રકાર પરિષદમાં વધુ વિગત આપતા ઉમેર્યું હતું કે ગુજરાતમાં પરિવર્તનની માંગ છે. જેને લઇને તા. 28, 29 અને 30 ના રોજ આપના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન 3 દિવસ જનસભા યોજશે. 28 તારીખે પંચમહાલમાં બપોરે 12 વાગ્યે, પાટણમાં 2 વાગ્યે સભાનું આયોજન કરાયું છે. વધુમાં 29 તારીખે નવસારી ચીખલીમાં 11 વાગ્યે અને ભરૂચમાં ડેડીયાપાડામાં સભા અને 30 તારીખે ભાવનગરમાં અને ધોરાજીમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલુ જ નહિ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉત્કૃષ્ટ દેખાવ કરી વધુ બેઠક પર જીત હાંસલ કરી શકે તે માટે અરવિંદ કેજરીવાલ  AAPની સ્ટ્રેટેજી માટે કાર્યકરો સાથે મિટિંગ પણ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ