બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Guidelines announced for devotees going to Bhavnath melo fair, if you keep this thing then you will be fined, 3 teams formed

જૂનાગઢ / ભવનાથના મેળામાં જતાં ભક્તો માટે ગાઈડલાઇન જાહેર, આ વસ્તુ રાખશે તો થશે દંડ, ૩ ટીમોની રચના

Dhruv

Last Updated: 05:35 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગિરનાર અભયારણ્ય ઉપરાંત ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા 27 ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પ્રદૂષણ અટકે તે માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ 5 માર્ચથી  વિધિવત રીતે થઈ રહ્યો છે. ત્યારે મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. 

કલેકટર અનિલકુમારે પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યું છે. કલેકટરે મહાશિવરાત્રીના મેળામાં ખાસ દેશ અને રાજ્યભરમાંથી આવતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા અને તંત્રને જરૂરી સહયોગ કરવા અપીલ કરી છે.

 


આ સંદર્ભે નાયબ વન સંરક્ષક અક્ષય જોશીએ જણાવ્યું કે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મુજબ પ્લાસ્ટિક પ્રતિબંધની જોગવાઈ છે. જેની અમલવારી માટે ત્રણ સ્ટેશન ટીમ અને ત્રણ મોબાઇલ ટીમની રચના કરવામાં આવી છે, સ્ટેશન ટીમ ગિરનાર પર્વતની નવી અને જૂની સીડી ઉપરાંત દાતારના એન્ટ્રી પોઇન્ટ પર કાર્યરત રહેશે. અને ગિરનાર પર્વત પર  પ્લાસ્ટિક ન તેનું ધ્યાન રાખશે ઉલ્લેખનીય છે કે, તંત્ર આ વખતે કોઈપણ જાતની ઢીલાસના મૂડમાં નથી. લોકોને સહયોગ આપવા અપીલ કરી છે. સાથે સહયોગ ન કરનાર લોકો વિરુદ્ધ કાયદાની અમલવારી થશે અને  દંડ સહિત પ્રમાણે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. 

વધુ વાંચવા જેવું: બમ બમ ભોલે..ભવનાથમાં 7 લાખ લોકો ઉમટ્યા, આજે ભાંગ પીને મહાદેવની આરાધનાનો મહિમા

ઉલ્લેખનીય છે કે, ગિરનાર અભયારણ્ય ઉપરાંત ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા 27 ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. પ્લાસ્ટિક પ્રતિબંધની અસરકારક અમલવારી અને પ્લાસ્ટિકથી પ્રકૃતિ અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે જનજાગૃતિ ઝુંબેશ પણ ચલાવવામાં આવશે.

ગિરનાર સીડી પર પણ હિન્દી, ઈંગ્લીશ, ગુજરાતી ભાષા ઉપરાંત મહારાષ્ટ્રમાંથી સવિશેષ દત્તાત્રેય ભગવાનના દર્શન માટે ભાવિકો આવતા હોવાથી મરાઠીમાં પણ જનજાગૃતિ અંગેના સાઈન બોર્ડ મુકવામાં આવ્યા છે. તેમજ 250 જેટલા ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે. સાથે મેળા દરમિયાન ગિરનાર સીડી ખાતે  સફાઈનું સ્તર પણ જળવાઈ રહે તે માટે 200થી વધારે સફાઈ કર્મીઓ ખડે પગે રહેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ