બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / GT vs RR sanju Samson and shimron hetmyer rajasthan royals win over Gujarat titans

GT vs RR / ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ભવ્ય જીત બાદ મસ્તીમાં મૂડમાં રાજસ્થાન રોયલ્સ, જુઓ VIDEO

Manisha Jogi

Last Updated: 04:12 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GT vs RR: રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સે જીત મેળવી છે. રાજસ્થાન રોયલ્સના ખેલાડી શિમરોન હેટમાયર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે.

  • રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સ સામે જીત મેળવી. 
  • સોશિયલ મીડિયા પર મસ્તીભર્યા વિડીયો વાયરલ.
  • અશ્વિન અને સંજૂ સૈમસન પણ મસ્તી કરતા જોવા મળ્યા.

IPL 2023માં 16 એપ્રિલના રોજ રાત્રે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સ સામે જીત મેળવી છે. રાજસ્થાન રોયલ્સને જીત અપાવનાર શિમરોન હેટમાયર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે. ક્રિકેટ ફેન્સે શિમરોન હેટમાયરની ઇનિંગ વિશે સતત રિએક્શન આપી રહી છે. રાજસ્થાન ફ્રેન્ચાઈઝી પણ આ ખેલાડીના બેક ટુ બેક વિડીયો પોસ્ટ કરી રહી છે. રાજસ્થાન રોયલ્સે જીત મેળવ્યા પછી ખેલાડીઓની મસ્તીના વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. આર. અશ્વિન અને સંજૂ સૈમસન પણ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. 

આ વિડીયોમાં આર. અશ્વિન તેમની ટીમના કેપ્ટન સંજૂ સૈમસન સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન શિમરોન હેટમાયરને બૂમ પાડીને સેલ્ફી માટે બોલાવી રહ્યા છે. શિમરોન ગૃપમાં શામેલ થાય છે અને મજાક મસ્તી કરે છે. શિમરોન ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મના સ્ટાઈલમાં શાહરૂખની જેમ સિમરન બોલતા જોવા મળી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સે સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં રાજસ્થાન રોયલ્સનો ગુજરાત ટાઈટન્સ સામે ટાર્ગેટ પૂરો કરવાનો સાર જોવા મળી રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, શરૂઆતની ચાર વિકેટ ગુમાવ્યા પછી રાજસ્થાનના મિડલ અને લોઅર ઓર્ડરે તાબડતોબ બેટીંગ કરીને રાજસ્થાનને જીત અપાવી છે. દક્ષિણ ભારતીય ફેન્સે આ જીત મેળવ્યા પછી શાનદાર વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ સંજૂ સૈમસન સાથે સાઉથના ક્રિકેટ પ્રેમીઓ માટે મેચની મજેદાર વાત શેર કરી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Crikipidea (@crikipidea)

 

 

શાનદાર જીત મેળવી
ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાનની ટીમે 10.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 55 રન કર્યા હતા. સંજૂ સૈમસન અને શિમરોન હેટમાયરે રાજસ્થાનને જીત અપાવી હતી. સંજૂ સૈમસન 32 બોલમાં 60 રન બનાવીને આઉટ થઈ ગયા હતા અને હેટમાયર 26 બોલમાં 56 રન ફટકારીને અણનમ રહ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ