બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / વડોદરા / GST section overview of restaurants across Gujarat, mega search on more than 100 restaurants in Ahmedabad, Vadodara, Surat, Rajkot, know details

મોટી કાર્યવાહી / ગુજરાતભરની રેસ્ટોરન્ટમાં GST વિભાગનો સપાટો, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં 100થી વધુ રેસ્ટોરન્ટ પર મેગા સર્ચ, જાણો વિગત

Pravin Joshi

Last Updated: 11:19 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાં જીએસટી વિભાગ દ્વારા અનેક રેસ્ટોરન્ટમાં મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કર ચોરી અટકાવવા જીએસટી એક્શનમાં આવી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.

  • GST વિભાગ દ્વારા રાજ્યભરમાં દરોડા પાડવામાં આવ્યા
  • જીએસટી વિભાગ દ્વારા ગુજરાતભરના રેસ્ટોરન્ટોને ટાર્ગેટ કરાયા
  • અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટમાં રેસ્ટોરન્ટમાં કાર્યવાહી

છેલ્લા ઘણા સમયથી GST વિભાગ દ્વારા રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ફરી જીએસટી વિભાગ દ્વારા ગુજરાતભરના રેસ્ટોરન્ટોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં જીએસટી વિભાગ દ્વારા અનેક રેસ્ટોરન્ટમાં મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કર ચોરી અટકાવવા જીએસટી એક્શનમાં આવી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. અનેક સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટમાં રેસ્ટોરન્ટ પર GST વિભાગ દ્વારા  કડક કાર્યવાહી કરવામાં આવી છે. 100થી વધુ રેસ્ટોરન્ટ પર GST વિભાગના દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી તપાસમાં કરોડોની કરચોરી પકડી હોવાની ચર્ચા પણ થઈ રહી છે. 

હોટલ સંચાલકોને નોટિસ ફટકારી વેરો ભરવા આદેશ

મળતી માહિતી મુજબ રાજકોટની 11 હોટલમાં GST ચોરી પકડાઈ હતી. 2 હોટલનું 20 લાખથી વધુ ટર્નઓવર હોવા છતા રજિસ્ટ્રેશન ન કરાવાયું હોવાનું સામે આવ્યું છે. જેના પગલે હોટલ સંચાલકોને નોટિસ ફટકારી વેરો ભરવા આદેશ કરવામાં આવ્યો છે. કાલાવડ રોડ, જામનગર રોડ, કુવાડવા, ધર્મેન્દ્ર રોડ પરની  હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘણી જગ્યાએ જીએસટી ચોરી પડકાઈ હતી.  ડ્રાયફ્રૂટના વેપારીઓ બાદ હવે રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરની 15 હોટલ અને રેસ્ટોરન્ટમાં કરચોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. સરગમ, મટુકી, ફ્લેવર્સ સહિત 15 હોટલમાં બે દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. જેના પગલે વેરો ભરવામાં ગોટાળા કરનારા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. 

સરકારે નાના વેપારીઓને આપી મોટી રાહત, જૂન સુધી રિટર્ન ફાઈલ કરવામાં મોડુ થશે  તો નહીં લાગે કોઈ ચાર્જ | gst composition scheme late fee for delayed gst  returns filing waived till 30

સુરતની 20 જેટલી રેસ્ટોરન્ટમાં તપાસ

તો બીજી તરફ સુરતની 20 જેટલી રેસ્ટોરન્ટમાં GST વિભાગની તપાસ કરવામાં આવી હતી. દિવાળીમાં રેસ્ટોરન્ટ માલિકોએ મોટા પાયે GST ચોરી કર્યાની શંકા હતી. રોકડ વ્યવહાર કરી GST ચોરી કર્યાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઓનલાઈન ફૂડ ડિલિવરીના કિસ્સાઓમાં પણ GST ચોરીની આશંકા થતા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી. 

ડ્રાયફ્રુટ વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા

ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા GST વિભાગે ડ્રાયફ્રુટ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. રાજ્યમાં ડ્રાયફ્રૂટ્સના 28 વેપારીના 51 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સ્ટેટ GST દ્વારા અમદાવાદમાં 30, સુરતના 14, રાજકોટના 7 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. રૂપિયા 20 કરોડથી વધુના છુપા વ્યવહાર સામે આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. આ તપાસમાં દુકાનમાં નાખવામાં આવેલા માલ અને દુકાનમાં હાજર માલમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. તો બીજી તરફ ઘણા વેપારીઓ બિલ વગર જ વેચાણ કરતા હોવાનં માલુમ પડ્યું હતુ. જેના પગલે વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ