બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / બિઝનેસ / gst department seeing on banking transaction know government plan

કવાયત / સરકારનો એક્શન પ્લાનઃ ટેક્સ ચોરી કરનારાઓ થઈ જાઓ સાવધાન! હવે બેંકિંગ ટ્રાન્ઝેક્શન પર રહેશે GST વિભાગની નજર

Manisha Jogi

Last Updated: 01:19 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST ડિપાર્ટમેન્ટની તપાસમાં ખુલાસો થયો છે કે, ફેક ઈનવોઈસની મદદથી અયોગ્ય ક્રેડિટ હવાલાની લેવડ દેવડ માટે યૂઝ કરવામાં આવી રહ્યો છે.

  • કરદાતાઓના બેન્કિંગ વ્યવહાર પર નજર
  • ફેક ઈનવોઈસ અને ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઈનપુટની જાણકારી મેળવી શકાશે
  • એક બિઝનેસના અનેક એકાઉન્ટ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઓથોરિટી રિઅલ ટાઈમ એક્સેસ માટે કરદાતાઓના બેન્કિંગ વ્યવહાર પર નજર રાખી રહી છે. જેથી ફેક ઈનવોઈસ અને ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઈનપુટના યૂઝની જાણકારી મેળવી શકાશે. GST ડિપાર્ટમેન્ટની તપાસમાં ખુલાસો થયો છે કે, ફેક ઈનવોઈસની મદદથી અયોગ્ય ક્રેડિટ હવાલાની લેવડ દેવડ માટે યૂઝ કરવામાં આવી રહ્યો છે. અનેક કેસમાં જાણવા મળ્યું છે કે, અલગ અલગ નાણાંકીય  વ્યવહારથી નકલી ફેક ઈનવોઈસ બનાવનાર વ્યક્તિ પાસે છેલ્લા ટ્રાન્ઝેક્શનમાં પૈસા પરત આવી રહ્યા છે. શેલ કંપનીઓ પણ બોગસ બિલની મદદથી પૈસાનો ખોટી રીતે ઉપયોગ કરી રહી છે. 

એક બિઝનેસના અનેક એકાઉન્ટ
GST રજિસ્ટ્રેશન દરમિયાન કરદાતા માત્ર એક બેન્ક એકાઉન્ટની માહિતી આપે છે અને એક બિઝનેસ માટે અનેક એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. હાલના સમયમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શનનો ડેટા મેળવવો પણ મુશ્કેલ છે. સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, જ્યારે પણ માહિતી આપવામાં આવે છે, ત્યારે બોગસ ચલણ બનાવનાર કંપની અથવા વ્યક્તિ અગાઉથી ગાયબ થઈ જાય છે. 

કરચોરી પર પ્રતિંબંધ મુકવાની તૈયારી
કરચોરી પર નજર રાખવા માટે આવક વિભાગને હાઈ પ્રાઈસ ટ્રાન્ઝેક્શન, શંકાસ્પદ લેવડ દેવડની સાથે સાથે એક નિશ્ચિત સીમા કરતા વધુ જમા થયેલ રોકડ પર ડેટા પ્રાપ્ત થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફેક ઈનવોઈસ રોકવા માટે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (CBIC) દ્વારા પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, જેથી કરચોરી પર પ્રતિબંધ મુકવામાં આવે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ બાબતે RBI સાથે વિચાર વિમર્શ કરવાની જરૂરિયાત છે. 

કરચોરી રોકવા માટે પ્લાનિંગ
GST અધિકારીઓ સંભવિત કર ચોરી કરતા લોકોને પકડવા માટે જોખમ માપદંડોમાં વધુ ડેટાબેઝ શામેલ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ સર્વિસ સંબંધિત બિઝનેસ માટે વધુ ઉપયોગ કરવામાં આવશે. જે ડેટાબેઝમાં ટેપ થવાની સંભાવના છે. 

શું ફેરફાર થશે
આ પ્રકારે કરવામાં આવે તો જાણવા મળે છે કે, કઈ કંપનીઓ કયા પ્રકારની સર્વિસ આપે છે અને ટેક્સ ચૂકવણી કરે છે તથા ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવી રહી છે. GST પ્રાધિકરણ પહેલાથી જ આવક ડેટાબેઝ માટે કોર્પોરેટ મામલાઓના મંત્રાલયના ફાઈલિંગને કરદાતાની જાણકારી ક્રોસ ચેક કરવા અને સમજવાની યોજના બનાવી રહ્યા છે, કે શું તેઓ યોગ્ય પ્રકારે ટેક્સ ટૂકવણી કરે છે. 

GST હેઠળ 1.4 કરોડ બિઝનેસ રજિસ્ટર્ડ
GST હેઠળ 1.4 કરોડ બિઝનેસ રજિસ્ટર્ડ છે. સરકાર ટેક્સ ચોરી કરતા લોકોનો ટેક્સ પરત લાવવા માટે ટેક્સપેયર બેઝ્ડનો વિસ્તાર કરવાનું વિચારી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ