બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Group Clash in Jadar's Kalyanpura in Eider

જૂથ અથડામણ / સાબરકાંઠાના કલ્યાણપુરમાં જૂથ અથડામણ: 10 લોકો ગંભીર ઇજાગ્રસ્ત, પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો

Dinesh

Last Updated: 12:19 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલ્યાણપૂરામાં દૂધ ભરાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ માહોલ ઉગ્ર બનતા બે જૂથ વચ્ચે અથડામણ થયું, જેમાં 10 લોકોને ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા

  • ઈડરમાં જાદરના કલ્યાણપૂરામાં જૂથ અથડામણ 
  • દૂધ ભરાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ 
  • 10 લોકોને ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા

સાબરકાંઠાના ઈડરમાં જાદરના કલ્યાણપૂરામાં જૂથ અથડામણ થયું છે. દૂધ ભરાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થતાં ગામમાં માહોલ ઉગ્ર બન્યો હતો. જેમાં 10 લોકોને ગંભીર ઈજા થતા સરાવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જો કે, સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ગંભીર ઈજાઓ પહોંચી
કલ્યાણપૂરામાં દૂધ ભરાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ માહોલ ઉગ્ર બનતા બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું. જેમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને લોહીલુહાણ પણ થયા છે. જે તમામને સારવાર માટે 108 મારફતે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

પોલીસ કાફલો ઘટનાસ્થળે
જૂથ અથડામણની ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા જે બાદ માહોલ શાંત થયો હતો. જો કે, આ બાબતને લઈ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જો કે, અત્યારે પરિસ્થિતિ થાળે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ