બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Great Courage": Chief Justice On Judgment Disqualifying Indira Gandhi

વખાણ / 'અત્યંત સાહસી', ઈન્દિરા સામેના અલ્હાબાદ HCના ચુકાદાના ચીફ જસ્ટિસે જુઓ કેવા કર્યાં વખાણ

Hiralal

Last Updated: 09:29 PM, 11 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ શનિવારે અલ્હાબાદ હાઈકોર્ટના ઈતિહાસ અને યોગદાનને યાદ કરીને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની સામેના ચુકાદાના વખાણ કર્યાં.

  • ચીફ જસ્ટિસ રમન્નાએ 1975 ના અલ્હાબાદ HCના ચુકાદાના વખાણ કર્યાં
  • પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી સામેના ચુકાદાના વખાણ કર્યાં
  • અલ્હાબાદ HC એ ઈન્દિરાની ચૂંટણી ગેરકાયદેસર ઠેરવી હતી

ચીફ જસ્ટિસ રમન્નાએ જણાવ્યું કે 1975 માં તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધી પર ચૂંટણીમાં ગોટાળાના આરોપ બાદ જસ્ટિસ જગમોહનલાલ સિંહા દ્વારા તેમને અયોગ્ય જાહેર કરવાનો ફેંસલો ઘણો સાહસિક હતો, આ ચુકાદાએ દેશને હલાવી નાખ્યો હતો. જેને કારણે દેશમાં ઈમરજન્સી લાગી હતી. 

અલ્હાબાદ હાઈકોર્ટના નવા ભવનના ખાતમૂર્હત પ્રસંગે ચીફ જસ્ટિસે કરી ટીપ્પણી 

રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ, કાયદા મંત્રી કિરણ રિજ્જુની સાથે અલ્હાબાદમાં નેશનલ લો યુનિવર્સિટી અને અલ્હાબાદ હાઈકોર્ટના નવા ભવનનું ખાતમૂર્હત કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ પણ આવ્યાં હતા. ચીફ જસ્ટિસ જુના હાઈકોર્ટમાં એક કોર્ટની પરંપરા અને યોગદાનને પણ યાદ કર્યું.

જસ્ટિસ રમન્નાએ  1975 ના ઈન્દિરા સામેના ચુકાદાનો ઉલ્લેખ કર્યો 

જસ્ટિસ રમન્નાએ કહ્યું કે 1975 માં જસ્ટિસ જગમોહનલાલ સિંહા અલ્હાબાદમાંથી હતા, જેમણે આ ફેંસલો સંભળાવ્યો હતો જેણે દેશને ધ્રુજાવી નાખ્યો હતો. તેમણે આ ચુકાદા દ્વારા ઈન્દીરા ગાંધીને અયોગ્ય જાહેર કરી દીધા હતા. આ અત્યંત સાહસી ચુકાદો હતો જેની સીધી અસર ઈમરજડન્સીની જાહેરાત થઈ. ચીફ જસ્ટિસે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટનો ઈતિહાસ 150 વર્ષથી વધારે જુનો છે અને તેને માટે બાર એન્ડ બેન્ચે ઘણા મહાન કાનૂની દિગ્ગજો આપ્યાં છે. 

1975 માં જસ્ટિસ જગમોહન લાલ સિંહાએ ઈન્દીરા ગાંધીને ચૂંટણીમાં ગરબડના દોષી ઠેરવ્યાં હતા

ઉલ્લેખનીય છે કે 12 જૂન 1975 ના દિવસ જસ્ટિસ જગમોહન લાલ સિંહાએ તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીને ચૂંટણીમાં ગરબડના દોષી ઠેરવ્યાં હતા અને તેમને જનપ્રતિનિધિ કાયદા હેઠળ કોઈ પણ બંધારણીય હોદ્દા પર રહેતા અટકાવી દીધા હતા. ઈન્દીરા ગાંધીએ 1971 માં યુપીની રાયબરેલી બેઠક પર તેમના હરીફ રાજ નારાયણને હરાવીને જીત મેળવી હતી. પરાજિત નેતા રાજ નારાયણ ઈન્દીરાની જીતને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના ચૂંટણી એજન્ટ યશપાલ કપૂર એક સરકારી સેવક હતા અને ઈન્દીરાએ ખાનગી ચૂંટણી સંબંધી કામો માટે સરકારી અધિકારીઓનો ઉપયોગ કર્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ