બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Governor Address on the eve of 74th Republic Day

બોટાદ / 74માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલનું સંબોધન, કહ્યું ભારત વિશ્વગુરુ બનવા તરફ, કર્યું આ આહવાન

Dinesh

Last Updated: 08:30 PM, 25 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો છે.

  • બોટાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો
  • 74માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલનું સંબોધન
  • 'ભારત એક માત્ર એવો દેશ છે કે જેણે સામેથી કોઈ દેશ ઉપર આક્રમણ કર્યું નથી'


આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવી રહી છે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. એટહોમ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મુખ્ય સચિવ પંકજકુમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ સૌને 74મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

બોટાદની ધરતી કલા, સાહિત્ય અને સંસ્કૃતિની ધરતી છે: રાજ્યપાલ
એટહોમ કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ભારત લાંબી ગુલાબી બાદ આઝાદી પ્રાપ્ત કરીને આજે ગૌરવપૂર્ણ રીતે 74મું પ્રજાસત્તાક પર્વ ઊજવવા જઈ રહ્યું છે. રાજ્યની ધરતીના સપૂત અને વિશ્વ નેતા એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાષ્ટ્રીય પર્વને જિલ્લા મથકોએ યોજવાની નવી પરંપરા સ્થાપી છે, જે પ્રશંસનીય અને અનુકરણીય છે. બોટાદની ધરતી કલા, સાહિત્ય અને સંસ્કૃતિની ધરતી છે. સૌરાષ્ટ્રનો હિસ્સો એવું બોટાદ આજે વિકાસની નવી પરિપાટી ઉપર આગળ વધી રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ભારત આજે ફરી વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે: રાજ્યપાલ
વધુમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે વિશ્વનો ઇતિહાસ સાક્ષી છે કે ભારત એક માત્ર એવો દેશ છે કે જેણે સામેથી કોઈ દેશ ઉપર આક્રમણ કર્યું નથી. આધ્યાત્મિક સંસ્કૃતિનું જતન કરનાર ભારત આજે ફરી વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે. ભારતે હંમેશા ભૂમિ નહીં પરંતુ આત્મા અને મન જીતવાનો અભિગમ અપનાવ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું. 
વધુમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે ભારતની લાંબી ગુલામીના મૂળમાં વધુપડતી લક્ષ્મીનો આવિર્ભાવ અને તેને કારણે આવેલાં દૂષણો હતાં. દેશમાં એકતાનું અભાવ હતો જેને કારણે ગુલામી લાંબી ચાલેલી. જોકે, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈને પૂજ્ય ગાંધીબાપુ, સરદાર પટેલ અને ભારતની આઝાદી માટે લડનારા લાખો લોકોના બલિદાનને કારણે ભારત આઝાદ થયું. આજનો દિવસ બલિદાન આપનારા સ્વાતંત્ર્યવીરોને નમન કરવાનો પણ અવસર છે, એવું તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું.

'ભારત આજે અખંડ ગણરાજ્ય છે'
રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે ભારત આજે અખંડ ગણરાજ્ય છે અને ઝડપથી વિકાસ સાધી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતે વિકાસની નવી ઊંચાઈઓ સાધી છે. ભારત આજે જી-20 દેશોનું નેતૃત્વ કરવા જઈ રહ્યું છે, એ ગૌરવની બાબત છે.
રાજ્યપાલએ રાજ્યના નાગરિકોને માતૃભૂમિને સમર્પિત થવા માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું અને જણાવ્યું હતું કે માતૃભૂમિના રક્ષણની ભાવના દરેક નાગરિકમાં પ્રસરવી જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ