બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Government's strategy to curb cyber crime, decision taken in the presence of Amit Shah in Jaipur

સુરક્ષા / સાયબર અપરાધ નાથવા સરકારે બનાવી રણનીતિ, જયપુરમાં અમિત શાહની હાજરીમાં થઈ ચર્ચા

Hiralal

Last Updated: 09:33 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં જયપુરમાં મળેલી નોર્ધન ઝોનલ કાઉન્સિલની 30મી બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.

  • જયપુરમાં નોર્ધન ઝોનલ કાઉન્સિલની 30 મી બેઠક
  • અમિત શાહની બેઠકમાં 47 મુદ્દાઓ ચર્ચાયા
  • ચાર મુખ્ય મુદ્દાઓ પર સરકાર હવે કરશે કામ 
  • ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ સેવાઓ સુધારાશે
  • મહિલાઓ અને બાળકો સામેના રેપના કેસનું મોનિટરિંગ

શનિવારે જયપુરમાં આયોજિત ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની 30મી બેઠકમાં સાયબર ક્રાઈમના વધતા જોખમો અને તેના નિવારણ માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલયો અને રાજ્ય સરકારો સાથે ભારત સરકારના ગૃહ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિ સાયબર ક્રાઈમના વધતા જતા જોખમને પહોંચી વળવા માટે વ્યૂહરચના તૈયાર કરશે.બેઠકમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર વિવિધ માધ્યમો દ્વારા સાયબર સાવચેતી સંબંધિત જાગૃતિ અભિયાન ચલાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓ પર સાયબર ગુનાઓની ઊંડી અસરને ધ્યાનમાં રાખીને સાયબર સ્પેસ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. 

 સાયબર ગુનાઓ શોધવા આઈટી સાધનોનો ઉપયોગ વધારો-શાહની રાજ્યોને સૂચના 
અમિત શાહે કહ્યું કે સાયબર ગુનાઓ શોધવા માટે આઈટી (ઈન્ફોર્મેશન ટેકનોલોજી) સાધનોનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. શાહે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વિકસિત સામાન્ય સોફ્ટવેરનો ઉપયોગ કરીને ચિંતાના મુદ્દાઓને ઓળખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની એજન્સીઓને સાથે મળીને કામ કરવાની સલાહ આપી હતી. તેમણે ગુનેગારોને શોધીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

બેઠકમાં કુલ 47 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી
જયપુરમાં નોર્ધન ઝોનલ કાઉન્સિલની 30મી બેઠકમાં રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા રાજ્યો સામેલ થયા હતા. બેઠકમાં કુલ 47 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી જેમાં ચાર રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ પર ખાસ ભાર મૂકાયો છે. સરકાર હવે આ ચાર મુદ્દાઓ પર કામ કરવા માગે છે. 

(1) ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ સેવાઓ સુધારવી
(2) મહિલાઓ અને બાળકો સામેના રેપના કેસનું મોનિટરિંગ
(3) રેપ કેસોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા
(4) ડીબીટી યોજનાનો અમલ 

બેઠકમાં બીજા ઘણા મુદ્દે ચર્ચા 
આ બેઠકમાં રાજ્યની આંતરિક સુરક્ષા, બોર્ડર સિક્યોરિટી, સાયબર ક્રાઇમ, સામૂહિક ટાસ્ક ફોર્સની રચના, ડ્રગ્સનો ગેરકાયદે વેપાર અને ઇઆરસીપી અંગે રાજ્ય-કેન્દ્ર સરકાર વચ્ચેના મતભેદોને કારણે પાણીના મુદ્દે ચર્ચા થઇ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ