બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / વિશ્વ / Government wants to send thousands to India in support of an elderly Indian woman living in Britain

રસપ્રદ કહાની / ના ઘર, ના પરિવાર... છતાંય છેલ્લાં 15 વર્ષથી આ વૃદ્ધ ભારતીય મહિલા રહે છે બ્રિટનમાં, સ્થાનિકોએ કહ્યું 'ક્યાંય નહીં જવા દઇએ'

Megha

Last Updated: 04:26 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ઓનલાઈન પિટિશન મુજબ ગુરમીત કૌર 2009માં બ્રિટન આવી હતી અને ત્યારથી સ્મેથવિક તેનું ઘર છે. હાલ તેણી 78 વર્ષની છે, પરંતુ બ્રિટિશ સરકાર તેણીને પંજાબ, ભારતમાં પરત મોકલવા માંગે છે.

  • ઈંગ્લેન્ડમાં રહેતી એક વૃદ્ધ શીખ મહિલાને ભારત પરત મોકલવા લોકો થયા એકઠા 
  • બ્રિટિશ સરકારના નિર્ણય સામે બ્રિટનમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે
  • સોશિયલ મીડિયા પર 'અમે બધા ગુરમીત કૌર છીએ' અભિયાન શરૂ કરવામાં આવ્યું 

ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ શીખ મહિલાને ભારત પરત મોકલવાના બ્રિટિશ સરકારના નિર્ણય સામે બ્રિટનમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આ મામલો 2019માં પહેલીવાર પ્રકાશમાં આવ્યો હતો. એક ઓનલાઈન પિટિશન મુજબ ગુરમીત કૌર 2009માં બ્રિટન આવી હતી અને ત્યારથી સ્મેથવિક તેનું ઘર છે. હાલ તેણી 78 વર્ષની છે, પરંતુ બ્રિટિશ સરકાર તેણીને પંજાબ, ભારતમાં પરત મોકલવા માંગે છે.

જુલાઈ 2020 થી અત્યાર સુધીમાં 65 હજારથી વધુ લોકોએ અરજી પર હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર 'અમે બધા ગુરમીત કૌર છીએ' અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું કારણ કે સ્થાનિક સમુદાય આ વિધવા મહિલાના સમર્થનમાં એકઠા થયો હતો. 

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, "ગુરમીત કૌરનો બ્રિટનમાં કોઈ પરિવાર નથી અને પંજાબમાં પણ તેમનો કોઈ પરિવાર નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, સ્મેથવિકના સ્થાનિક શીખ સમુદાયે તેમને સ્વીકાર્યા છે." અરજીમાં જણાવાયું છે કે ગુરમીતે બ્રિટનમાં સ્થાયી થવા માટે અરજી કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી, જ્યારે પંજાબ (ભારત)માં તેનો કોઈ પરિવાર નથી કે જ્યાં તે પરત ફરી શકે. 

એવું કહેવામાં આવ્યું હતું કે ગુરમીત ખૂબ જ નમ્ર સ્વભાવની મહિલા છે. તેની પાસે કંઈ નથી, પરંતુ તે હજી પણ ખૂબ ઉદાર છે. અરજી અનુસાર, તે પોતાનો મોટાભાગનો સમય સ્થાનિક ગુરુદ્વારામાં સ્વયંસેવક તરીકે કામ કરવામાં વિતાવે છે.  બ્રિટનના ગૃહ વિભાગનું કહેવું છે કે ગુરમીત કૌર હજુ પણ પંજાબમાં તેના ગામના લોકોના સંપર્કમાં છે અને તે ત્યાં જઈને ધીમે-ધીમે તે વાતાવરણમાં પોતાને અનુકૂળ બનાવશે. હોમ ઑફિસના પ્રવક્તાએ કહ્યું કે વિભાગ વ્યક્તિગત કેસ પર ટિપ્પણી કરતું નથી પરંતુ અમે પુરાવાના આધારે તમામ અરજીઓ પર વિચાર કરીએ છીએ.

વર્ષ 2009માં ગુરમીત પહેલીવાર લગ્નમાં હાજરી આપવા માટે બ્રિટન આવ્યા હતા. શરૂઆતમાં તે તેના પુત્ર સાથે રહેતી હતી, પરંતુ પરિવારથી અલગ થયા બાદ એકલી પડી ગઈ છે અને બીજા લોકો પર નિર્ભર બની ગઈ છે. હાલ બ્રિટનમાં તેને સ્થાનિક શીખ સમુદાય તરફથી જંગી સમર્થન મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ