બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Government to announce relief for damage caused by unseasonal rains

આતુરતાનો આવશે અંત / ગુજરાતના ખેડૂતો માટે ગુડ ન્યુઝ: સરકાર કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગેની સહાય કરશે જાહેર, જાણો ક્યારે

Malay

Last Updated: 08:10 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનીના સર્વેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કૃષિ વિભાગે આ સર્વેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો છે.

 

  • કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન
  • 60થી વધુ તાલુકામાં નુકસાન
  • 2થી 3 દિવસમાં સહાય જાહેર કરાશે

કુદરત જાણે કે ગુજરાત પર રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. હોળીના તહેવારથી સતત બદલાતું જતું હવામાન એ વાતની સાબિતી છે. આમ તો ભરઉનાળે પણ માવઠું થતું હોય છે, પરંતુ હવે તો માર્ચ મહિના પછી એપ્રિલ મહિનામાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે તે ખરેખર આશ્ચર્યજનક છે. ચોમાસા આડે હજુ અઢી મહિનાની વાર છે તેમ છતાં જે રીતે વરસાદના મારથી લોકો અને તેમાં પણ ખાસ કરીને ખેડૂતોની કઠણાઈ બેસી છે તે કદાચ સૌથી પહેલી વખત છે. આને ગ્લોબલ વોર્મિંગનો પ્રતાપ ગણો કે પછી બીજુ કઈ પણ વાતાવરણના આકસ્મિક ફેરફારથી કાળઝાળ ગરમીના આ દિવસોમાં આકાશમાંથી વાદળો ગર્જી ગર્જીને વરસી રહ્યા છે, જેનાથી ખેડૂતોની આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી છે. ફાગણ મહિનામાં થયેલા કમોસમી વરસાદથી જગતના તાતના ઉભા પાકને ખાસ્સું એવું નુકસાન પહોંચ્યું હતું અને કુદરતે એપ્રિલમાં પણ એ જ પેટર્નથી ખેડૂતોને રોવડાવ્યા છે. 

વરસાદે ઝૂંટવ્યો ખેડૂતોના મોઢેથી કોળિયો, મગફળી, ડાંગર અને શેરડીના પાકને  વ્યાપક નુકસાન, સર્વે કરી સહાયની માંગ | Heavy rains caused extensive damage  to the crops of ...

ગુજરાતના 13 જિલ્લાના 60થી વધુ તાલુકામાં ખેતીમાં નુકસાન
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીને ઘણું નુકસાન થયું છે. જેનો સર્વે રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવ્યો છે. કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનને લઈને કરવામાં આવેલો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે. કૃષિ વિભાગે સર્વેનો રિપોર્ટ ગુજરાત સરકારને સોંપ્યો છે. જે મુજબ ગુજરાતના 13 જિલ્લાના 60થી વધુ તાલુકામાં ખેતીમાં નુકસાન થયું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકાર ત્રણેક દિવસમાં સહાય જાહેર કરશે.

વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ 
રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થયો છે. જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. સતત કમોસમી વરસાદને પગલે ખેડૂતોના તૈયાર પાકમાં નુકસાન થતા મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. અગાઉ વરસાદના કારણે સરકારે સર્વે કામગીરી કરી હતી, જોકે, ખેડૂતોને સહાય હજુ સીધી મળી નથી, ત્યાં ફરી માવઠું થતા ફરી સર્વે કરાવવાની સ્થિતિનું નિર્માણ થયું છે.

ખેડૂતોને તો કુદરતે પણ માર્યા.! ગુજરાતમાં કમોસમી વરસાદથી મકાઈ અને ડાંગરનો  સોથ વળી ગયો, સહાયની માંગ | Unseasonal rain in Gujarat damages the crops of  farmers, know the rain ...

ત્રણ દિવસ વરસાદની શક્યતા 
રાજ્યમાં હજુ 3 દિવસ વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી છે. વરસાદને કારણે ઉનાળામાં ગરમીનો પારો ઉચકાશે નહીં. રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધવાની શક્યતા નહીવત છે.  થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદથી પાકને નુકશાન થઈ શકે છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. આવતીકાલે ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ભાવનગર, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ