બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / government take 8 cheetah in india from namibia after 74 years how cheetah wiped out from india

ફરી આવશે / મોદી સરકારનો એક્શન પ્લાન: ફરી જંગલોમાં દોડશે ચિત્તા, 74 વર્ષ પહેલા થઈ ગયા હતા વિલુપ્ત

MayurN

Last Updated: 06:02 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

7 દાયકાઓ પછી ભારતના જંગલમાં જોવા મળશે ચિત્તાઓ, ભારતમાં લુપ્ત થયેલ પ્રજાતિને હવે નામિબિયાથી 15 ઓગસ્ટ પહેલા 8 ચિત્તાઓને લાવવામાં આવશે અને તેનું સંરક્ષણ કરવામાં આવશે

ફરીથી ભારતના જંગલોમાં ચિત્તા જોવા મળશે 
નામીબિયાથી 8 દીપડાને લાવવામાં આવશે
કુનો-પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવામાં આવશે

ચિત્તો દુનિયાનું સૌથી ઝડપથી પ્રાણી છે. તે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. અને માત્ર 3 સેકન્ડમાં 97 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આમ, ચિત્તો કોઈપણ સ્પોર્ટ્સ કાર કરતા ઝડપી છે. ચિત્તાનું ટૂંકું માથું, પાતળું શરીર અને લાંબા પગ તેને ઝડપી ગતિ પકડવામાં મદદ કરે છે. ભારતમાં ચિત્તાને લુપ્ત થયાને 7 દાયકાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ હવે આ ચિત્તા ફરી એકવાર ભારતના જંગલમાં આવવાના છે. ભારતે નામિબિયા પાસેથી 8 ચિત્તાઓ પર કરાર કર્યા છે. જેમાં 4 મેલ અને 4 ફીમેલ છે. 15 ઓગસ્ટ પહેલા ચિત્તાઓ ભારત આવશે. તેમને મધ્ય પ્રદેશ કુનો-પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવામાં આવશે. 

ફરીવાર વિલુપ્ત થવાના આરે
ચિત્તાનું પૂર્વજ અમેરિકાનું પ્યુંમાં માનવામાં આવે છે. આ ચિત્તા ફરી એકવાર લુપ્ત થવાના આરે આવી ગયા છે. નેશનલ જિયોગ્રાફિકનો એક અહેવાલ સૂચવે છે કે ઇતિહાસમાં બે વાર ચિત્તાઓ લુપ્ત થવાનો ભોગ બન્યા છે. પહેલી વાર એક મિલિયન વર્ષ પહેલાંની વાત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લગભગ દસ લાખ વર્ષ પહેલા ચિત્તા એશિયા, યુરોપ અને આફ્રિકામાં ફેલાવા લાગ્યા હતા. તેમની વસ્તી ઝડપથી વધી હશે. પરંતુ સગા સંબંધીની અંદર જ જાતીય પ્રજનનને કારણે તેમના જનીનો બદલાવા લાગ્યા, જેના કારણે તેમની પ્રજનન ક્ષમતા પર અસર પડી અને અને વસ્તીમાં ઘટાડો થવા લાગ્યો. બીજી વખત 10,000 થી 12,000 વર્ષ પહેલાં ચિત્તાનો સફાયો થયો હતો. જ્યારે છેલ્લો હિમયુગ ચાલી રહ્યો હતો, ત્યારે એવી ઘટનાઓ બની હતી કે જેણે અમેરિકા અને યુરોપમાંથી ચિત્તાઓનો સફાયો કરી નાખ્યો હતો. આ પછી માત્ર એશિયા અને આફ્રિકામાં જ ચિત્તા બચ્યા હતા. ક્લાઈમેટ ચેન્જ અને માણસોના માણસોના શિકારને કારણે ચિત્તા લુપ્ત થવાના આરે આવી ગયા છે. તેમની વસ્તી સતત ઘટી રહી છે. 19મી સદી સુધીમાં, વિશ્વભરમાં લગભગ એક મિલિયન ચિત્તા હતા. પરંતુ હવે ઇરાનમાં 8,000થી ઓછા આફ્રિકન ચિત્તા અને 50 એશિયન ચિત્તા બચ્યા છે.

તેઓ ભારતમાં કેવી રીતે વિલુપ્ત થયા? 
એક સમય હતો જ્યારે ભારતમાં દીપડાઓની સારી એવી વસ્તી હતી. પરંતુ રાજા-મહારાજાઓએ તેમનો શિકાર કરવાનું શરૂ કરી દીધું. આ ઉપરાંત દીપડાની ચામડીનો વેપાર કરવા કરવા માટે પણ તેમનો શિકાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બ્રિટિશ ભારતના જમાનામાં દીપડાઓ ગામમાં ઘૂસી જતા હતા, જેના કારણે લોકો તેમને મારી નાખતા હતા. આ બધાં કારણોને લીધે ભારતમાં તેમની વસ્તી સતત ઘટતી રહી. ચિત્તા છેલ્લે 1948 માં ભારતમાં જોવા મળ્યો હતો. 1948માં સરગુજાના મહારાજા રામાનુજ પ્રતાપસિંહ દેવે ત્રણ દીપડાઓનો શિકાર કર્યો હતો. આ ભારતનો છેલ્લો ચિત્તો હતો. 1952માં ભારતે ચિત્તાને વિલુપ્ત જાહેર કર્યો હતો.

ઇરાનથી લાવવના હતા 
1970ના દાયકામાં ઈન્દિરા ગાંધીની સરકારે ચિત્તાને ભારત લાવવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે સરકારે એશિયન ચિત્તાને લાવવા માટે ઈરાનની સરકાર સાથે વાટાઘાટો કરી હતી અને એશિયન સિંહોના બદલામાં ઈરાનમાંથી એશિયન ચિત્તાને લાવવાની વાત થઈ હતી. પરંતુ આ સમજૂતી પાછળથી થઈ શકી નથી. 

74 વર્ષ બાદ 8 દીપડા આવશે
ભારતમાં છેલ્લા ત્રણ દીપડાઓનો શિકાર 1948માં કરવામાં આવ્યો હતો. હવે 74 વર્ષ બાદ ફરી જંગલમાં દીપડાઓ આવશે. નામીબિયાથી 8 દીપડાને લાવવામાં આવશે. એક અંદાજ મુજબ નામિબીયામાં સાડા ત્રણ હજાર જેટલા દીપડા છે. આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે દીપડાઓની વાપસી માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આખો એક્શન પ્લાન 300થી વધુ પેજનો છે. તે મુજબ આગામી પાંચ વર્ષમાં 50 દીપડાઓને ભારત લાવવામાં આવશે. પ્રથમ 8 દીપડા મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં રહેશે. કુનો-પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન 748 ચોરસ કિમીમાં બનાવવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર વન વિસ્તાર 6,800 ચોરસ કિ.મી. એક્શન પ્લાન મુજબ મુજબ દીપડાઓને રહેવા માટે આ જગ્યા સૌથી સારી જગ્યા છે. અહીં ઓછામાં ઓછા 21 દીપડાઓ રહી શકે છે. એટલું જ નહીં અહીં શિકાર કરવા માટે પ્રાણીઓ પણ સરળતાથી મળી શકશે. કુનો-પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન ઘણી વખત શુષ્ક હોય છે. અહીં મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 6 થી 7 ડિગ્રી સેલ્સિયસ છે. અહીં વર્ષે સરેરાશ 760 મિલીમીટર વરસાદ પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ