બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / government of india issues advisory to social media platforms on deepfakes

એડવાઈઝરી / Facebook, Instagram અને X ને સરકારે આપી ચેતવણી, જાહેર કરી ગાઈડલાઇન, પોર્ન, ડીપફેકનો ઉલ્લેખ

Manisha Jogi

Last Updated: 11:15 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર વાયરલ થતા ડીપફેક વિડીયો ચિંતાનો વિષય બની ગયા છે. સરકારે આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે અને ચેતવણી આપી છે.

  • ડીપફેક વિડીયો ચિંતાનો વિષય
  • સરકારે નારાજગી વ્યક્ત કરી
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે માર્ગદર્શિકા જાહેર

સોશિયલ મીડિયા પર વાયરલ થતા ડીપફેક વિડીયો ચિંતાનો વિષય બની ગયા છે. આ પ્રકારના વિડીયોથી સત્ય અને જુઠ્ઠાણુ જાણી શકાતું નથી. સરકારે આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે અને ચેતવણી આપી છે. 

સરકારે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને Xએ IT નિયમો હેઠળ ડીપફેક વિડીયો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ પ્રકારના વિડીયોને વાયરલ થતા નહીં રોકે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

એડવાઈઝરી
સરકારે જણાવ્યું છે કે, IT નિયમ 3(1)(b) માં આ પ્રકારના કન્ટેન્ટને રોકવા માટેનું જણાવવામાં આવ્યું છે. જેમાં ખાનગી, અભદ્ર અથવા પોર્ન કન્ટેન્ટ રોકવા માટે પણ જણાવવામાં આવ્યું છે. જે કન્ટેન્ટથી યૂઝર્સને ભ્રમિત કરવામાં આવે છે, કોઈપણ વ્યક્તિની ઓળખનો ઉપયોગ કરીને અસત્યને તથ્ય તરીકે રજૂ કરવામાં આવે છે. 

ડીપફેક વિડીયો
અમિતાભ બચ્ચને રશ્મિકા મંદાનાના ડીપફેક વિડીયો બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મે આ પ્રકારના વિડીયો પર કાર્યવાહી કરીને તેને હટાવી દેવા જોઈએ. 

ડીપફેક વિડીયો એટલે શું?
ડીપફેક વિડીયોમાં ટેકનોલોજીની મદદથી વિડીયોમાં દેખાઈ રહેલ વ્યક્તિનો ચહેરો અન્ય વ્યક્તિ પર લગાવી દેવામાં આવે છે. ડીપફેકના કારણે કોઈપણ ઘટનાને સાક્ષ્ય ગણવામાં આવતા વિડીયોની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ