બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Government has approved creation of new category of 10% reservation for ex-Agniveers in recruitment

નિર્ણય / મોદી સરકારે અગ્નિવીરોને આપી પ્રાથમિકતા: CISF, SSB, ITBPમાં પૂર્વ અગ્નિવીર જવાનને મળશે આટલા ટકા અનામત, નોટિફિકેશન જાહેર

Vaidehi

Last Updated: 06:27 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Agniveer 2023 relaxation: આ વખતે ભારતીય સેનાનાં અગ્નિવીર સિલેક્શનની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે તો સરકારે અર્ધલશ્કરી દળોમાં પૂર્વ અગ્નિવીરોને શારીરિક દક્ષતા પરીક્ષામાં પણ છૂટ આપવાની ઘોષણા કરી છે.

  • પૂર્વ અગ્નિવીરો માટે સારી ખબર
  • મોદી સરકારે આપશે 10% અનામત
  • શારીરિક દક્ષતા પરીક્ષામાં પણ મળશે કેટલીક છૂટ

ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત ગયાં વર્ષથી અગ્નિવીરોની ભરતી શરૂ થઈ ગઈ હતી. સીમા સુરક્ષા બળ BSE, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ CISF, સશસ્ત્ર સીમા બળ SSB અને ભારત-તિબેટ સીમા પોલીસ ITBP માટે પૂર્વ અગ્નિવીરોનાં અર્ધલશ્કરી બળોમાં શામેલ કરવાનાં નિયમોમાં સંશોધન માટે નોટિફિકેશન સરકારે જાહેર કરી છે. સરકારે બુધવારે સંસદને જણાવ્યું તે કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ CRPF અને અસમ રાઈફલ્સનાં મામલામાં નોટિફિકેશનની તૈયારીનાં લાસ્ટ સ્ટેજમાં છે. જેમાં અનામત જેવા કેટલાક પગલાંઓની  સરકારની તૈયારી છે.

સંસદમાં નોટિફિકેશનની કરી જાહેરાત
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદને જણાવ્યું કે સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળો અને અસમ રાઈફલ્સમાં કોન્સ્ટેબલ અને રાયફલમેનનાં રૂપમાં તેમની ભરતી માટે પૂર્વ અગ્નિવીરોની એક નવી શ્રેણી બનાવવાને મંજૂરી આપી છે. પૂર્વ અગ્નિવીરોની શારીરિક ક્ષમતા પરીક્ષામાં છૂટ આપવામાં આવશે. એટલું જ નહીં 10% અનામત ફાળવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

10% અનામત મળશે
સરકારે પ્રત્યેક અર્ધલશ્કર બળનાં પૂર્વ અગ્નિવીરો માટે 10% આરક્ષણની ઘોષણા કરી અને તેમના 4 વર્ષનાં અનિવાર્ય કાર્યકાળને પૂર્ણ કર્યાં બાદ તેમના લેટરલ એન્ટ્રીનાં નિયમોમાં સુધાર કર્યો. તો સરકારે અગ્નિવીરોનાં પહેલા બેચનાં ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષોનો ઘટાડો કર્યો હતો જ્યારે અનુગામી બેચને 3 વર્ષ સુધીની છૂટ મળશે.

સેનાની ત્રણેય સેવાઓમાં સૈનિકોની અલ્પકાલિન ભરતી માટે અગ્નિપથ યોજના અંતર્ગત ગતવર્ષે અગ્નિવીરોની ભરતીનો પહેલો ચરણ શરૂ થઈ ગયો હતો. આ યોજનાએ સેનાની ભરતી પ્રણાલીથી એક અલગ સ્થાન બનાવ્યું છે. જૂન 2022માં ચાર વર્ષો માટે સૈનિકોની ભરતી માટે 25% નિયમિત સેવામાં જાળવી રાખવાની જોગવાઈ સાથે જાહેર કરાવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ