બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / government changed rules under small saving schemes including ppf senior citizen saving scheme

તમારા કામનું / PPF સહિત આ સેવિંગ્સ સ્કીમમાં કર્યું છે રોકાણ? તો પહેલાં આ જાણી લેજો, સરકારે કર્યો નિયમમાં ફેરફાર, જાણો વિગત

Manisha Jogi

Last Updated: 09:59 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના સમયમાં સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ 9 યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. સ્મોલ સેવિંગ સ્કીમ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો તમે પણ આ યોજનામાં રોકાણ કર્યું છે, તો આ નિયમો વિશે જાણકારી હોવી જોઈએ.

  • સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ 9 યોજનાઓ ચલાવવામાં આવી રહી છે
  • સ્મોલ સેવિંગ સ્કીમના નિયમોમાં ફેરફાર
  • યોજનામાં રોકાણ કર્યું હોય તો જાણી લો આ ફેરફાર

કેન્દ્ર સરકાર સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ અનેક સ્કીમ્સ ચલાવી રહી છે. તમામ વર્ગના લોકોને આ યોજનાઓનો લાભ આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. નાણાંકીય મંત્રાલયના ઈકોનોમિક અફેયર્સ ડિપાર્ટમેન્ટ તરફથી સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ રોકાણના નિયમ અને વ્યાજદર નક્કી કરવામાં આવે છે. હાલના સમયમાં સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ 9 યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં રિકરિંગ ડિપોઝિટ, PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સમ્માન સેવિંગ સ્કીમ સર્ટીફિકેટ, કિસાન વિકાસ પાત્ર, નેશનલ સેવિંગ સર્ટીફિકેટ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ શામેલ છે. 

સરકારે પબ્લિક પ્રોવિડંટ ફંડ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ તથા અન્ય સ્મોલ સેવિંગ સ્કીમ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો તમે પણ આ યોજનામાં રોકાણ કર્યું છે, તો આ નિયમો વિશે જાણકારી હોવી જોઈએ. 

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ
આ સ્કીમમાં એકાઉન્ટ ખોલાવવાની અવધિ વધારી દેવામાં આવે છે. 9 નવેમ્બરે જાહેર થયેલ સર્ક્યુલર અનુસાર નિવૃત્ત થયાના 3 મહિનામાં આ યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવી શકો છો અને નિવૃત્તિ પર મળતા લાભ પણ મેળવી શકો છો. પહેલા માત્ર 1 મહિનાનો સમય આપવામાં આવતો હતો. નોટિફિકેશન અનુસાર સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હેઠળ મળતો વ્યાજ દર મેચ્યોરિટી ડેટના આધારે નક્કી કરવામાં આવશે. 

PPFના નિયમમાં ફેરફાર
PPF સ્કીમ હેઠળ તમે મેચ્યોરિટી પહેલા એકાઉન્ટ બંધ કરાવવા માંગો છો, તો તે નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નોટિફિકેશન અનુસાર પબ્લિક પ્રોવિડંટ ફંડ સ્કીમ 2023 હેઠળ મોડિફિકેશન કરવામાં આવ્યા છે. 

પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ
પાંચ વર્ષની યોજનામાં રોકાણ કર્યું હોય અને 4 વર્ષમાં વિડ્રોઅલ કરવામાં આવે તો  વ્યાજની રકમ પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. પાંચ વર્ષની ટાઈમ ડિપોઝિટમાં રોકાણ કર્યું હોય અને 4 વર્ષમાં એકાઉન્ટ ક્લોઝ કરવામાં આવે તો વ્યાજની ગણતરી ત્રણ વર્ષના ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટના આધારે કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ