બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / government ban exports of non basmati white rice to boost domestic supply

નિકાસ પર પ્રતિબંધ / સરકારે ચોખાની નિકાસ કરવા પર લગાવી દીધી રોક: પાંચ દેશો પર થશે સીધી અસર, જાણો કેમ લેવો પડ્યો આવો નિર્ણય

Arohi

Last Updated: 01:07 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rice Export Ban: દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાંથી નોન-બાસમતી સફેદ ચોખાની ભાગીદારી લગભગ 25 ટકા છે. જોકે અમુક શરતોની સાથે ચોખાના નિકાસને પરવાનગી આપવામાં આવશે.

  • સરકારે ચોખાના નિકાસ પર લીધો મહત્વનો નિર્ણય 
  • નોન-બાસમતિ સફેદ ચોખાના નિકાસ પર પ્રતિબંધ 
  • જાણો કેમ લેવો પડ્યો આવો નિર્ણય

ભારત સરકારે ચોખાના નિકાસને લઈને મોટો નિર્ણય કર્યો છે. સરકારે બાસમતી ચોખા સિવાય બધા પ્રકારના કાચા ચોખાના નિકાસ પર બેન લગાવી દીધો છે. આ નિર્ણય આગામી તહેવાર સીઝન વખતે ઘરેલુ ડિમાન્ડમાં વધારો અને રિટેલ કિંમતો પર નિયંત્રણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. 

ખાદ્ય મંત્રાલયની તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાસમતી ચોખા અને બધા પ્રકારના ઉસના ચોખાના નિકાસ નીતિમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. એટલે કે ફક્ત નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે ભારતથી મોટાપાયે બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવે છે. 

ચોખાના ભાવમાં સતત વધારો 
સરકારે નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર બેન લગાવીને ઘરેલુ બજારમાં વધતી કિંમતો પર નિયંત્રણ લાવવાનો નિર્ણય કર્યો છે. પાછલા થોડા દિવસોમાં ચોખાની કિંમતોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. આ મહિને ચોખાના ભાવમાં 10થી 20 ટકા સુધીનો ઉછાળ જોવા મળ્યો છે. 

જોકે અમુક શરતોની સાથે ચોખાની નિકાસની પરવાનગી આપવામાં આવશે. જો નોટિફિકેશન પહેલા જહાજોમાં ચોખાની લોડિંગ શરૂ થઈ ગઈ હોય તો તેને નિકાસની પરવાનગી હશે. આ ઉપરાંત સરકારે બીજા દેશોને તેની પરવાનગી આપી હોય તેવા કેસોમાં પણ નિકાસની પરવાનગી આપવામાં આવશે. 

સરકારે આ દેશોના ફૂડ સિક્યોરિટીની જરૂરીયાતોને જોતા આ પ્રકારની પરવાનગી આપી છે. દેશમાં છેલ્લા થોડા સમયથી ભોજન ખાવાની વસ્તુઓની કિંમતમાં ખૂબ તેજી આવી છે. ઘઉં, ચોખા, દૂધ અને શાકભાજીની કિંમત ઝડપથી વધી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ