બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / govardhan puja 2023 do these things for prosperity know the govardhan puja time date and upay

નૂતનવર્ષાભિનંદન / બેસતા વર્ષે થશે ગોવર્ધન પૂજા: ભગવાન શ્રીકૃષ્ણને રીઝવવા માટે આ રીતે કરો પૂજા, તુલસી સામે અવશ્ય કરવો દિપક

Manisha Jogi

Last Updated: 11:51 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારતક સુદ એકમના દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે, જેને અન્નકૂટ પૂજા નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભક્તો કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા માટે અનેક કામ કરે છે.

  • હિંદુ ધર્મ અનુસાર ગોવર્ધન પૂજાનું વિશેષ મહત્ત્વ
  • આ વર્ષે 14 નવેમ્બરે ગોવર્ધન પૂજા કરવામાં આવશે
  • આ દિવસે ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે

હિંદુ ધર્મ અનુસાર ગોવર્ધન પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. કારતક સુદ એકમના દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે, જેને અન્નકૂટ પૂજા નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગાયના ગોબરથી ગોવર્ધન પર્વત બનાવીને તેની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તો કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા માટે અનેક કામ કરે છે. આ વર્ષે 14 નવેમ્બરે ગોવર્ધન પૂજા કરવામાં આવશે. 13 નવેમ્બરે બપોરે 02:56 વાગ્યાથી ગોવર્ધન પૂજા શરી થશે અને 14 નવેમ્બરે 02:36 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે કેટલાક વિશેષ કાર્ય કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. 

ગોવર્ધન પર્વત પૂજા
જ્યોતિષ શાસ્ત્રમાં ગાયના ગોબરનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગાયના ગોબરથી ગોવર્ધન પર્વત બનાવીને તેની સામે દીવો પ્રગટાવીને ભગવાન કૃષ્ણને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો.

તુલસી સામે દીવો કરો
તુલસીના છોડ પાસે દીવો કરવાથી લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગોવર્ધન પૂજાના દિવસે તુલસીમાં દીવો રાખવામાં આવે તો સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

દીપદાન કરો
આ દિવસે ઘરના દ્વાર પર ઘીના પાંચ દીવા કરો. આ પ્રકારે કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. 

પીપળા સામે દીવો કરો
પીપળાને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણોસર ગોવર્ધન પૂજાના દિવસે પીપળાના ઝાડ પર જળ અર્પણ કર્યા પછી 7 દીવા કરો. આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતાની સાથે ભગવાન વિષ્ણુંના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

ભગવાન વિષ્ણુની પૂજા કરો
આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં ખુશીઓનું આગમન થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. 

કૃષ્ણ ભગવાનને 56 ભોગ ધરાવો
આ દિવસે ભગવાન કૃષ્ણને 56 પ્રકારના ભોગ ધરાવવામાં આવે છે, જે ફળદાયી માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ઘરમાં અન્નનો ભંડાર ખૂટતો નથી. ઘરમાં ખુશીઓનું આગમન થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ