બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Gotri police arrested 3 persons for making a video spreading communalism of young men and women in Vadodara

તપાસ / વડોદરામાં યુવક-યુવતી સાથે દાદાગીરી-મારામારી કરીને કોમી વૈમનસ્ય ફેલાવતી ગેંગ ઝડપાઇ: મોબ લિન્ચિંગ પણ કરવાનું હતું પ્લાનિંગ!

Dinesh

Last Updated: 04:52 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરામાં યુવક-યુવતીનો કોમવાદ ફેલાવતો વીડિયો બનાવવા મામલે ગોત્રી પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરતા અનેક ખુલાસા થયા છે.

  • કોમવાદ ફેલાવતો વીડિયો બનાવનાર 3ની ધરપકડ
  • "યુવાનોની આખી ટીમ છે જે યુવતીઓ પર નજર રાખતી હતી"
  • ''યુવતી અને યુવકના ફોટા પાડી બ્લેકમેઈલ કરતા હતા''


Vadodara News: વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાય તેવો વીડિયો બનાવવા મુદ્દે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ત્રણ યુવકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે તમામે થોડા સમય અગાઉ યુવતી સાથે ફરતા એક યુવકનો કોલર પકડીને નામ પૂછી ઉશ્કેરાટ થાય તેવો વીડિયો બનાવ્યો હતો. જે બાદ વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. જે તપાસ બાદ પોલીસ ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. 

બ્લેકમેઈલ કરવાનો કારસો
પોલીસે સમગ્ર બાબતની ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરતા અનેક ખુલાસાઓ થયા છે. સમગ્ર મામલે ડીસીપી અભય સોનીએ જણાવ્યું કે, આ આરોપી વોટ્સએપમાં ગ્રૂપ ચલાવતા હતા, જે માધ્યમથી તેમને જાણ થતી કે બે અલગ અલગ ધર્મના યુવક યુવતી સાથે ફરી રહ્યાં છે. ત્યાર બાદ તે યુવતી અને યુવકના ફોટા પાડી લેતા હતા, ત્યારબાદ બ્લેકમેઈલ કરતા હતા. 

'ત્રણય ગ્રૂપ એડમિનની ધરપકડ કરી'
ડીસીપી અભય સોનીએ જણાવ્યું કે, વોટ્સએપ ગ્રૂપ ચલાવતા ત્રણય ગ્રૂપ એડમિનની ધરપકડ કરી છે તેમજ અન્ય લોકોની પણ પૂછપરછ હાથ ધરી છે.  વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, આ યુવાનોની આખી ટીમ છે જે યુવતીઓ પર નજર રાખતી હતી. ત્યારબાદ તેમને જાણ થતી કે, બે અલગ અલગ ધર્મના યુવક યુવતી સાથે બેઠેલા છે તો તેઓ તરત ત્યાં પહોંચી જતા અને ફોટો વીડિયો લઈ હોબાળો પણ મચાવતા હતા. પરિવારને વીડિયો બતાવી વાયરલ કરવાની ધમકીઓ પણ આપતા હતા. 

'આોરોપીઓ એક ગ્રુપ 4 મહિના જ એક્ટિવ રાખતાં'
અભય સોનીએ જણાવ્યું કે, આ આોરોપીઓ એક ગ્રુપ બનાવીને તેને ફક્ત 4 મહિના જ એક્ટિવ રાખતાં હતા, ત્યારબાદ ડિલિટ કરી નાખતાં હતા. બાદમાં નવું ગ્રુપ બનાવી ફરીથી કોમી વૈમનસ્ય ફેલાય તેવા વીડિયો નાખતાં હતા. તેઓ  મોબ લિન્ચિંગ પણ કરતા હતાં. રમખાણો થાય, કોમી ભડકો થાય તેવી પ્રવૃત્તિ પણ કરતા હતા.

વીડિયો મુદ્દે ખુલાસો
શહેરના અકોટા વિસ્તારમાં એક આઈસક્રીમની દુકાનમાં બે માસ અગાઉ યુવક-યુવતી બેઠા હતા. આ ટીમના કેટલાક યુવકો તેમની પાસે આવ્યા હતા અને ડાયરેક્ટ યુવકનો કોલર પકડી લીધો હતો. ત્યારબાદ આ તમામે યુવકને તેનું નામ અને સરનામું પૂછ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ તેઓએ બનાવ્યો હતો. જે બાદ તેઓએ યુવક-યુવતીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને વીડિયો વાયરલ કરી દીધો હતો . 

આરોપીઓના નામ
- મુસ્તકીન ઈમ્તિયાઝ શેખ - ફતેપુરા
- બુરાનવાલા નજુમિયા સૈયદ - પાણીગેટ
- સાહિલ સહાબુદ્દીન શેખ - રાજમહેલ રોડ

અમદાવાદમાં પણ માર મારવાનો કિસ્સો
વડોદરા બાદ અમદાવાદમાં પણ યુવતીની મિત્રતા બદલ યુવકને માર મારવામાં આવ્યો છે. અમદાવાદમાં યુવક-યુવતીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક શખ્સો યુવકને માર મારતા જોવા મળે છે. યુવતી સાથે યુવકની મિત્રતાને લઈને યુવકને માર મારવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. વીડિયો અમદાવાદના દાણીલીમડા વિસ્તારનો હોવાની શક્યતા સેવાઈ રહી છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરુ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ