બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Google removes 16 apps from Play Store for this reason; check the full list here

એલર્ટ / હાશ હવે સારુ ! મોબાઈલ ધારકોની મોટી મૂંઝવણ દૂર કરી ગૂગલે, જાણો લોકોના હિતમાં શું કર્યું

Hiralal

Last Updated: 08:30 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી મોબાઈલને નુકશાન કરી રહેલા 16 એપ્સ હટાવીને લોકોને મોટી મદદ કરી છે.

  • ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવ્યાં નુકશાન કરી રહેલા 16 એપ્સ 
  • એપ્સ મોબાઈલની બેટરી ઝડપથી ખાલી કરી રહ્યાં હતા 
  • મોબાઈલમાં ડેટા પણ ઝડપી ખલાસ કરી નાખતા હતા એપ્સ 

મોબાઈલમાં ઘણા નુકશાનકારક એપ્સ હોય છે જેની લોકોની જાણકારી હોતી નથી અને આવા એપ્સને કારણે મોબાઈલને નુકશાન થતું હોય છે પરંતુ હવે ગૂગલે મોબાઈલ માટે એક મોટું પગલું ભર્યું છે. ગૂગલે પોતાના પ્લે સ્ટોર પરથી 16 એપ્સને તાબડતોબ હટાવી દીધા છે. હટાવાયેલા 16 એપ્સ મોબાઈલમાં બેટરીનો ઝડપથી વપરાશ કરી રહ્યાં હતા એટલું જ નહીં પરંતુ એપ્સ ડેટાને પણ ઝડપી ખલાસ કરી નાખતા હતા આ બે વાત ધ્યાનમાં આવતા ગૂગલે તેને હટાવી દીધા હતા પરંતુ ત્યાં સુધી તો 2 કરોડ મોબાઈલમાં આ એપ્સ ડાઉનલોડ કરી લેવાયા હતા. 

ફેક જાહેરખબરથી યૂઝર્સને છેતરવામાં આવી રહ્યાં હતા 
રિપોર્ટ અનુસાર ડિલીટ કરવામાં આવેલી એપ્સમાં નકલી જાહેરાતો પર ક્લિક કરીને યૂઝર્સને છેતરવા માટે રિડાયરેક્ટ કરવામાં આવી રહ્યા હતા. આ બગ્સ કમ્પ્યુટર સિક્યુરિટી કંપની મેકેફી દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા. મેકેફીના જણાવ્યા અનુસાર, ગૂગલે આ એપ્સને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવવાનું પગલું ભર્યું ત્યાં સુધીમાં આ એપ્સને લગભગ 2 કરોડ ડિવાઇસમાં ડાઉનલોડ કરી દેવામાં આવી હતી.

હટાવાયેલા એપ્સ મોબાઈલમાં શું નુકશાન કરતા હતા 
ગૂગલ દ્વારા દૂર કરવામાં આવેલી 16 એપ્લિકેશનો પ્લે સ્ટોર પર યુટિલિટી એપ્લિકેશન્સની કેટેગરીમાં હાજર હતી. આ એપ્લિકેશન્સ સરળ અને મૂળભૂત કાર્યો કરી રહી હતી જેમ કે ઉપકરણની ફ્લેશલાઇટ ચાલુ કરવી, ચલણ કન્વર્ટર સાથે ક્યુઆર કોડ સ્કેન કરવો, તેને લિંક્ડ વેબસાઇટ અને કેલ્ક્યુલેટરની મુલાકાત લેવાની મંજૂરી આપવી વગેરે સામેલ છે આને કારણે મોબાઈલની બેટરી ઝડપથી ઉતરી જતી હતી અને ડેટા પણ ઝડપથી પૂરા થઈ જતા હતા. 

તાત્કાલિક ડિલિટ કરો એપ્સ 
સાઇબર ક્રાઇમને ધ્યાનમાં રાખીને ગૂગલ સતત પોતાના પ્લે સ્ટોરમાંથી ફેક અને ફ્રોડ એપ્સને હટાવી રહ્યું છે. ગૂગલે લોકોને સલાહ આપી છે કે જો કોઈએ આ એપ્સ ડાઉનલોડ કરી હોય તો તાત્કાલિક તેને ડિલિડ કરે નહીંતર નુકશાન થવાની સંભાવના છે. નીચે આપેલા લિસ્ટમાંથી ચેક કરી લો કે, જો તમારા ફોનમાં આમાંની કોઇ એપ ઇન્સ્ટોલ કરેલી છે તો તેને તરત જ ડિલીટ કરી દો.

ગૂગલે પ્લે સ્ટોરમાંથી નીચેની એપ્સ હટાવી 
1. સ્માર્ટ ટાસ્ક મેનેજર

2. હાઈ-સ્પીડ કેમેરા

3. ફ્લેશલાઇટ+

4. 8K- શબ્દકોશ

5. બુસાનબસ

6. ફ્લેશલાઇટ+

7. ઝડપી નોંધ

8. કરન્સી કન્વર્ટર

9. એઝડીકા

10. જોયકોડ

11. ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ડાઉનલોડર

12. એઝેડ નોંધો

13.com.dev.imagewault Flashlight+

14.com.smh.memocalendar મેમોકેલેન્ડર 

15.com.candlencom.flashlite

16.com.doubleline.calcul

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ