બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Google QR Code scanning new feature will be auto zoom from distance and scanning without permitting camera

ટેક / હવે દુકાન પર નહીં કહેવું પડે, 'ભાઈ QR કોડ આપજો', જોરદાર ફીચર લાવી રહ્યું છે Google, જાણો શું

Vaidehi

Last Updated: 05:32 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GOOGLE હવે QR CODE સ્કેન કરવા માટે સરળ અને ઉપયોગી ફીચર લઈને આવી રહ્યું છે. ઓટો-ઝૂમનાં ફીચર સાથે સરળતાથી બારકોડ સ્કેન થઈ શકશે.

  • GOOGLE લાવી રહ્યું છે નવું ફીચર
  • QR કોડ સ્કેનરમાં કરવામાં આવી રહ્યાં છે ફેરફાર
  • કેમેરાની પરમિશન આપ્યાં વિના જ કરી શકાશે સ્કેન એન્ડ પે

ભારતમાં QR કોડથી પેમેંટ કરવું હવે ઘણું સામાન્ય થઈ ગયું છે. આજકાલ લોકો નાનામાં નાની વસ્તુ લેવા માટે પણ QR કોડ સ્કેન કરીને પૈસાની ચૂકવણી કરે છે પરંતુ પેમેંટ દરમિયાન એક જ મુશ્કેલી થતી હોય છે. વારંવાર સ્કેન કરવા માટે મોબાઈલનો કેમેરા ચાલુ કરવો પડે છે. Google હવે આ સમસ્યાનું પણ સમાધાન લઈને આવી ગયું છે.

Google લાવ્યું નવું અપડેટ
Google હાલમાં નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં QR કોડ સ્કેનિંગની પ્રક્રિયામાં મોટો બદલાવ લાવી શકે છે. નવા અપડેટનો મુખ્ય ઉદેશ્ય કેમેરા ફ્રેમની અંદર જ ક્યૂઆર કોડ આપમેળે શોધાઈ જાય, તેના પર ઝૂમ ઈન થઈ જાય અને તેમાં રહેલી માહિતીની પણ જાણકારી મેળવી લેવાનો છે. ટૂંકમાં કેમેરા ઓપન કર્યા વિના જ સ્કેનિંગની સુવિધા યૂઝર્સને આપવાનો મૂળ હેતુ છે.

ઓટો-ઝૂમનાં ફીચર સાથે સરળતાથી બારકોડ સ્કેન

કંપની અનુસાર, Google કોડ સ્કેનર API એપને કેમેરા પરમીશન માંગ્યા વગર જ કોડ સ્કેન કરવાની સુવિધા ફાળવશે. આ ફેરફાર યૂઝર્સની ગોપનીયતાને પ્રાથમિકતા આપવાની સાથે સાથે સ્કેનિંગ પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવશે. એડિશન 16.1.0 લોન્ચ થવાની સાથે જ યૂઝર્સ ઑટો-ઝૂમ એક્ટિવેટ કરી શકશે જે બાદ Google કોડ સ્કેનર કેમેરાથી ઘણો દૂર હશે તો પણ સરળતાથી બારકોડ સ્કેન કરી લેશે. ગૂગલ સ્કેનર સમજદારીથી બારકોડની માહિતી મેળવે છે અને મેન્યૂઅલ ઝૂમ કરવાની માથાકૂટને પણ દૂર કરે છે. પરિણામે વધુ ઝડપથી અને સરળતાથી બારકોડ સ્કેન થઈ જાય છે.

Google Play પર મળશે સુવિધા
Google દ્વારા QR કોડને સ્કેન કરવાની સુવિધા Google Playનાં માધ્યમથી મળે છે. અથવા તો તેના સિવાયની કેટલીક સંબંધિત એપ આ સુવિધા આપે છે. તમામ ઈમેજ પ્રોસેસિંગ ડિવાઈઝની અંદર જ હોય છે. ગૂગલ અનુસાર Google કોઈ ઈમેજ કે રિઝલ્ટ્સનો ડેટા સેવ કરતો નથી.

ટૂંક જ સમયમાં આવશે ફીચર
ગૂગલ હાલમાં આ ફીચર પર કામ કરી રહ્યું છે. જો કે કંપનીએ આ નવા ફીચરનાં લૉન્ચિંગને લઈને કોઈ જાણકારી આપી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફીચરને કંપની સૌથી પહેલા પોતાના ફ્લેગશિપ પિક્સલ ડિવાઈઝને આપશે અને ત્યારબાદ બાકીનાં મોડલ્સને મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ