બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Good rain forecast in next 24 hours: From Ahmedabad to Surat, see in which district Meghraja will occur Please

હવામાન અપડેટ / આગામી 24 કલાકમાં સારા વરસાદની આગાહી: અમદાવાદથી લઈને સુરત સુધી જુઓ કયા જિલ્લામાં મેઘરાજા થશે મહેરબાન

Priyakant

Last Updated: 02:45 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update News: અમદાવાદમાં 24 કલાક માં સામાન્ય વરસાદની શક્યતા, 24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે, અત્યા સુધીમાં 98 ટકા વરસાદ થયો

  • રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
  • રાજ્યમાં 24 કલાકમાં સારો વરસાદ થવાની આગાહી 
  • ખેડા, પંચમહાલ ભારે વરસાદની આગાહી 
  • અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં રહેશે વરસાદ

Gujarat Weather Update : ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં 24 કલાકમાં સારો વરસાદ થવાની આગાહી કરી છે. આ સાથે અમદાવાદમાં 24 કલાકમાં સામાન્ય વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે. આ તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે વરસાદને લઈ આગાહી કરી છે. આગામી 24 કલાકમાં સારો વરસાદ થવાની આગાહી છે. જેમાં ખાસ કરીને ખેડા, પંચમહાલ ભારે વરસાદની આગાહી છે. આ સાથે અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદ વરસી શકે છે. 

હવામાનની આગાહી મુજબ છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગમાં વરસાદની સંભાવના છે. આ તરફ અમદાવાદમાં 24 કલાક માં સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાનની આગાહી મુજબ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. નોંધનીય છે કે, અત્યા સુધીમાં 98 ટકા વરસાદ થયો છે. જોકે ગઇકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. 

24 કલાકમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ
આ તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં 2.1 ઇંચ, ધરમપુરમાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં 1.4 ઇંચ, વલસાડમાં 1.3 ઇંચ, ઓલપાડમાં 1.2 ઇંચ વરસાદ, સુરત શહેર, બારડોલી, મહુવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ