બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Good news for summer farming farmers government will buy these crops at support price

ગાંધીનગર / ઉનાળું ખેતી કરતાં ખેડૂતો માટે સારા સમાચાર, સરકાર આ પાકોની ટેકાના ભાવે કરશે ખરીદી, જોઈ લો ભાવ, રજીસ્ટ્રેશન અને ખરીદીનો ટાઈમ

Kishor

Last Updated: 05:49 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ- 2023 નિમિતિ ગુજરાતમાં પ્રથમવાર ઘઉંની સાથે ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની ટેકા ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલએ જણાવ્યું કે ખેડૂત ખાતેદારના આધાર કાર્ડ સાથેના 'બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન' દ્વારા જ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

  • ઘઉંની સાથે ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની ટેકા ભાવે ખરીદી કરવાનો નિર્ણય
  • બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન' દ્વારા જ ટેકાના ભાવે ખરીદી કરાશે
  • 1 માર્ચથી ઓનલાઈન નોંધણીનો કરાશે પ્રારંભ

ગુજરાતના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન (RMS) ૨૦૨૩-૨૪માં ઘઉંની સાથે ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં ટેકાના ભાવે ખરીદીની ઓનલાઇન નોંધણીનો તા. 1 માર્ચથી એક માસ માટે પ્રારંભ થશે. જે આગામી તા.1 એપ્રિલથી 15 જૂન સુધી રાજ્યભરના 237 કેન્દ્રો- ગોડાઉન પરથી ખરીદી કરાશે.

'આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં  ભારત સહિત સમગ્ર વિશ્વ વર્ષ 2023ને 'આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ' તરીકે ઉજવી રહ્યું  ત્યારે તેના ઉપલક્ષમાં ગુજરાતમાં પ્રથમ વખત ઘઉંની સાથે સાથે ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.આ અંગે ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે કેબિનેટ બેઠક બાદ માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું કે ખાતેદારના આધારકાર્ડ સાથેના 'બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન' દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી (સુધારા)  વિધેયક-૨૦૨૨ ગઇકાલે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું


15 જૂન સુધી કુલ 237 ખરીદ કેન્દ્રો- ગોડાઉન પરથી ટેકાના ભાવે ખરીદી કરાશે

કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની રાજ્ય સરકારના FPP પોર્ટલ પર  ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહે છે.ખેડૂતોએ આ માટે તા.01 માર્ચથી એક માસ માટે એટલે કે 31 માર્ચ 2023 સુધી ઓનલાઈન નોંધણી કરવાની  રહેશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના સતત માર્ગદર્શનમાં રાજ્યભરમાં આગામી તા. 01 એપ્રિલથી 15 જૂન 2023 સુધી કુલ 237 ખરીદ કેન્દ્રો- ગોડાઉન પરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જેનો મહત્તમ લાભ લેવા રાજ્યના ખેડૂતોને મંત્રીએ અનુરોધ કર્યો હતો.

વધુમાં ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. ખેડૂતોએ નોંધણી માટે આધારકાર્ડની નકલ, ગામ નમૂના ૭-૧૨ તથા ૮-અ ની તાજેતરની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો દાખલો ,ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ આધાર તરીકે રજૂ કરવાની રહેશે.

Topic | VTV Gujarati

ઘઉની પ્રતિ મણ  રૂ.425 ના ટેકાના ભાવે ખરીદી

ચાલુ વર્ષે ગુજરાતમાં ઘઉંની પ્રતિ ક્વિન્ટલ રૂ. 2125ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ  રૂ.425/- ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.બાજરીની પ્રતિ ક્વિન્ટલ રૂ. 2350ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ. 470/- ના ટેકાના ભાવે, જુવાર (હાઈબ્રિડ)ની પ્રતિ ક્વિન્ટલ,  રૂ. 2970ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ.594 જુવાર (માલદંડી)ની પ્રતિ ક્વિન્ટલ,  રૂ. 2990ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ. 598/- તેમજ રાગીની પ્રતિ ક્વિન્ટલ રૂ. 3578ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂ. 715.60/-ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.આ વર્ષે ટેકાના ભાવે 2.00 લાખ મેં. ટન ઘઉં, 50,000 મેં.ટન બાજરી, 4000 મેં.ટન જુવાર (હાઈબ્રિડ) તેમજ જુવાર (માલદંડી) અને 1,000 મેં.ટન રાગીની ટેકાના ભાવે ખરીદી કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ