બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Good news for Mumbai Indians Hardik Pandya returned to the field before IPL

IPL 2024 / મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર! IPL પહેલા શાનદાર પ્રદર્શન સાથે મેદાનમાં પરત ફર્યો હાર્દિક પંડ્યા

Megha

Last Updated: 08:31 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે લાંબા વિરામ બાદ ક્રિકેટ તરફ પાછો વળ્યો છે અને આવતાની સાથે જ હાર્દિકે શાનદાર પ્રદર્શનની શરૂઆત કરી દીધી છે.

ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમય બાદ ક્રિકેટમાં પાછો ફર્યો છે. ગયા વર્ષે ODI વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા હાર્દિકે IPL પહેલા ફિટ થઈ ગયો છે અને આવતાની સાથે જ હાર્દિકે શાનદાર પ્રદર્શનની શરૂઆત કરી દીધી છે. 

લગભગ 4 મહિના પછી ક્રિકેટના મેદાનમાં વાપસી કરનાર હાર્દિક પંડ્યા નવી મુંબઈમાં આયોજિત DY પાટિલ T20 ટૂર્નામેન્ટમાં રિલાયન્સ 1 તરફથી રમી રહ્યો છે. ભારત પેટ્રોલિયમ સામેની મેચમાં હાર્દિકે બોલિંગમાં 3 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. 

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે લાંબા વિરામ બાદ સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફર્યો હતો, તેણે DY પાટિલ T-20 કપમાં બે વિકેટ ઝડપી હતી અને તે 10માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. જેમાં 4 બોલમાં 3 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ મેચમાં રિલાયન્સે ભારત પેટ્રોલિયમને 2 વિકેટે હરાવ્યું હતું.

એ વાત તો જાણીતી જ છે કે ઑક્ટોબરમાં પૂણેમાં બાંગ્લાદેશ સામેની ODI વર્લ્ડ કપ મેચ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થતાં પંડ્યા ક્રિકેટથી દૂર હતો. હવે તે પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન તરીકે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે.

વધુ વાંચો: 'ભૂખ હોવી જોઈએ', હાર્દિક- ઈશાન પર રોહિત શર્માનો મોટો હુમલો, કેમ વધી કડવાશ?

હાર્દિક પંડ્યા લાંબા સમયથી નેશનલ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો હતો. ત્યાં તેણે રિષભ પંત સાથે કેટલીક T20 મેચોમાં ભાગ લીધો જેમાં તેણે બોલિંગ અને બેટિંગ બંને કરી. NCA તરફથી ઓર્ડર મળ્યા બાદ જ તે ટ્રેનિંગ માટે બરોડા ગયો હતો અને હવે T20 ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. અહેવાલો અનુસાર, આ T20 ટૂર્નામેન્ટ પછી, પંડ્યા માર્ચના પહેલા અઠવાડિયામાં ફરીથી NCA જશે જ્યાં તેની ફિટનેસની ફરીથી તપાસ કરવામાં આવશે. એ બાદ તેને ફિટ જાહેર કરવામાં આવશે પછી તે IPLમાં ભાગ લઈ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ