બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 12:51 PM, 10 February 2024
ADVERTISEMENT
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ નાણાકીય વર્ષ 2023-24 માટે EPF એકાઉન્ટ પર 8.25 ટકા વ્યાજ દર જાહેર કર્યો છે, જે અગાઉ 8.15 ટકા હતો.
EPFO fixes 8.25 pc interest rate on employees' provident fund for 2023-24: Sources
— Press Trust of India (@PTI_News) February 10, 2024
ADVERTISEMENT
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનએ શનિવારે 2023-24 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) થાપણો પર વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. માર્ચ 2023 માં, EPFOએ 2021-22 માં 8.10 ટકાથી 2022-23 માટે EPF પરના વ્યાજ દરમાં નજીવો વધારો કર્યો હતો. માર્ચ 2022માં, EPFOએ 2021-22 માટે EPF પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે ચાર દાયકામાં સૌથી નીચો હતો. EPF પર વ્યાજ દર 2020-21માં 8.5 ટકા હતો.
આ રીતે ચેક કરો પીએફ એકાઉન્ટનું બેલેન્સ -
- તમારા પીએફ એકાઉન્ટનું કુલ બેલેન્સ કેટલું છે એ વિશે તમને જાણવાનો અધિકાર છે. તમારા પીએફ ખાતાને ચેક કરવા માટે એક નંબર ડાયલ કરીને મિસ્ડ કોલ કરવાનો રહેશે. જો તમારે પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરવું હોય તો તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપવો પડશે.
- જ્યારે તમે ઉપર આપેલ નંબર પર મિસ્ડ કોલ કરો છો ત્યારે થોડી જ વારમાં EPFO તરફથી તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવે છે, જેમાં તમારા વર્તમાન બેલેન્સ વિશે માહિતી આપવામાં આવે છે.
ઓનલાઈન પણ તમે જાણી શકો છો
જો તમે ઇચ્છો તો તમે તમારા PF એકાઉન્ટનું બેલેન્સ તમારા ઘરે બેઠા બેઠા પણ જાણી શકો છો. આ માટે, તમારે EPFOની સત્તાવાર વેબસાઇટ passbook.epfindia.gov.in/MemberPassBook/Login પર જવું પડશે. અહીં જઈને તમે UAN નંબર વડે લોગીન કરીને તમારું વર્તમાન બેલેન્સ ચેક કરી શકો છો.
વધુ વાંચો: EPFO એક્શનથી લઈને રાજીનામાં સુધી... Paytm ને 24 કલાકમાં લાગ્યા ત્રણ મોટા ઝટકા
ઉમંગ એપ દ્વારા પણ ચેક કરી શકો છો
જો તમે ઇચ્છો તો ઉમંગ એપ તમને પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો. આ એપમાં તમને EPFO નો શોર્ટકટ મળે છે, જેની મદદથી તમે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.