બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / gold silver prices on 25 February gold price tumbles rs 954 per 10 gram in delhi know new rates

કિંમત / સોનાની ખરીદી કરનાર માટે રાહતના સમાચાર, ભાવમાં આવ્યો અત્યાર સુધીનો મોટો ઘટાડો

Mehul

Last Updated: 07:47 PM, 25 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના-ચાંદી (Gold-Silver Prices) ખરીદી કરનાર માટે રાહતના સમાચાર આવ્યા છે. રૂપિયામાં મજબૂતી અને ગ્લોબલ માર્કેટમાં વેચવાલીથી મંગળાવારે સોનાની કિંમતોમાં આ વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવ (Gold Price) 954 રૂપિયા ઘટી ગયા. સોનાની જેમ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. એક કિલોગ્રામ ચાંદીની કિંમત 80 રૂપિયા ઘટી ગઇ.

  • રૂપિયામાં મજબૂતી અને ગ્લોબલ માર્કેટમાં વેચવાલીથી સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો
  • દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવ 954 રૂપિયા ઘટી ગયા
  • સોનાની કિંમત 44,503 રૂપિયાથી ઘટીને 43,549 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ

સોમવારે સોનાનો ભાવ અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે 44,503 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો.

સોનાના નવા ભાગ (Gold Rate) 

મંગળવારે દિલ્હીના બુલિયન બજારમાં સોનાની કિંમત 44,503 રૂપિયાથી ઘટીને 43,549 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગઇ. આ દરમિયાન કિંમતોમાં 954 રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ વર્ષે કોઇ એક કારોબારી દિવસે સોનાના ભાવમાં આવેલો આ સૌથી મોટો ઘટાડો છે. જ્યારે દિલ્હીમાં 99.9 અને 99.5 શુદ્ધતા વાળુ સોનું 770 રૂપિયાના ઘટાડા સાથે 44,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 43,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. 

ચાંદીની નવી કિંમત (Silver Rate) 

દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 50,070 રૂપિયાથી ઘટીને 49,990 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ. આતંરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1648 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીની કિંમત 18.40 ડોલર પ્રતિ ઔંસ રહી. 

કેમ આવ્યો ઘટાડો?

એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યું કે ગ્લોબલ માર્કેટમાં કિંમતોમાં ઘટાડો અને રૂપિયામાં મજબૂતીથી ઘરેલૂ બજારમાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. મંગળવારે અમેરિકી ડોલરની તુલનામાં રૂપિયો 16 પૈસાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં એક ડોલરની તુલનામાં રૂપિયો 18 પૈસા મજબૂત થઇને 71.80ના સ્તરે પહોંચી ગયો. 

તેઓએ કહ્યું કે કોરોના વાયરસ (Coronavirus) ના દુનિયાભરમાં ફેલાવાની ચિંતાથી સોનાના ભાવ વધારે નહીં ઘટે. 

સોનાની જ્વેલરી વેચવાનો યોગ્ય સમય?

કેડિયા કમોડિટીના મેનેજિંગ ડાયરેક્ટર અજય કેડિયા અનુસાર, જો કોઇનું ઇનવેસ્ટમેન્ટ છે તો તેને નફાવસૂલી કરી લેવી જોઇએ અને સોનાની તુલનામાં ચાંદીમાં તેજીથી પૈસા બનાવવાની તક મળી શકે છે. કેમકે ગોલ્ડ-સિલ્વર રેશિયો વધ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, સોના-ચાંદીની કિંમતનો રેશિયો વર્ષ 2010માં નીચલા સ્તરે ગયા બાદ સતત વધ્યો છે. હાલ આ રેશિયો 86 થી વધુ છે. અજય કેડિયાએ જણાવ્યું કે જ્યારે સોના-ચાંદીના રેશિયોમાં વધારો થાય છે તો તેનાથી કોઇ ભાવી સંકટ વિશે જાણકારી મળે છે 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ