સોના અને ચાંદીની કિંમતમાં સોમવારે ઊતાર-ચઢાવ જોવા મળ્યો હતો. 24 કેરેટનાં 10 ગ્રામની કિંમત 150 રૂપિયા વધીને 60050 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 55050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ. જો કે ચાંદીનાં ભાવમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો થયો જે સાથે તેનો આજનો ભાવ 74500 રૂપિયા પ્રતિ કિલો થયો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીનાં ભાવમાં તેજી જોવા મળી છે. સોનાની કિંમત 0.18% વધીને 1949.70 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદીની કિંમત 0.15% વધીને 23.42 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. બુધવારે અમેરિકાનાં કેન્દ્રીય બેંક ફેડની બેઠક થવાની છે. તેમાં વ્યાજદરોને લઈને નિર્ણય લેવાઈ શકે છે જેની સોના-ચાંદીની કિંમતો પર પણ અસર થઈ શકે છે.