બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / gold price today 23 september 2021 fall sharply silver drop to 60585 rupees check latest rates

તમારા કામનું / સોના- ચાંદીની કિંમતોમાં આજે ભારે ઘટાડો, ફટાફટ જાણો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

Dharmishtha

Last Updated: 01:01 PM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે.

  • સોના વાયદો 0.6 ટકા ઘટીને 46,377 રુપિયા પ્રતિ 10  ગ્રામ 
  • ચાંદીની કિંમતમાં ગુરુવારે ભારે ઘટાડો જોવા મળ્યો
  • હાજર સોનું 0.3 ટકાના ઘટાડા સાથે 1, 762.33 ડોલર પ્રતિ ઓંસ પર

સોના વાયદો 0.6 ટકા ઘટીને 46,377 રુપિયા પ્રતિ 10  ગ્રામ 

મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના વાયદો 0.6 ટકા ઘટીને 46,377 રુપિયા પ્રતિ 10  ગ્રામ થઈ ગયો છે. ચાંદીની કિંમતમાં ગુરુવારે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે જે હાલના મહિનામાં સૌથી વધારે છે. ચાંદીનો દર 1 ટકા ઘટી ગયો છે. ઉલ્લેખનીય છે કે ગત સત્રમાં સોનું સપાટ બંધ થયું હતુ. જ્યારે ચાંદીમાં 1.2 ટકાની તેજી આવી હતી.સરાફા પૂરા અઠવાડિયાના રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યું છે.

હાજર સોનું 0.3 ટકાના ઘટાડા સાથે 1, 762.33 ડોલર પ્રતિ ઓંસ પર

વૈશ્વિક બજારોમાં અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા પોતાની માસિક બ્રાન્ડ ખરીદવામાં સરળ બનેલા સંકેતો બાદ આજે સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો છે. હાજર સોનું 0.3 ટકાના ઘટાડા સાથે 1, 762.33 ડોલર પ્રતિ ઓંસ પર છે. ડોલર ઈન્ડેક્સ એક મહિનાના ઉચ્ચ સ્તરની નજીક રહ્યો.

જાણો તમારા શહેરના સોના- ચાંદીના ભાવ

ગુડ રિટર્ન્સ વેબસાઈટ મુજબ ભારતમાં બુધવારને 24 કેરેટ સોનું 46, 360 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં 1100 રુપિયાની તેજી સાથે 60,900 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહ્યું છે. તો 22 કેરેટ સોનાનો ભાવ  નવી દિલ્હીમાં 46000 રુપિયા અને મુંબઈમાં 45, 360 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે. વેબસાઈટ મુજબ ચેન્નાઈમાં પીળી ધાતુ 44, 110 રુપિયા પર વેચાઈ રહ્યું છે. દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 50,180 રુપિયા અને મુંબઈમાં 46,360 રુપિયા છે. ચેન્નાઈમાં સવારે સોનાનું 48, 110 રુપિયા પર વેચાઈ રહ્યું છે.  કોલકત્તા માટે કિંમત 48, 900 રુપિયા છે.

રોકાણ કરવાનો આ યોગ્ય સમય

એક્સપર્ટના જણાવ્યાનુંસાર એમસીએક્સ પર સોનું  46800-47055 ની વચ્ચે રહી શકે છે. ત્યારે ચાંદી 61000-61400ના સ્તરની વચ્ચે રહેવાની શક્યતા છે. એક્સપર્ટનું 61200નાં લક્ષ્ય માટે 59400ની આસપાસ ચાંદી ખરીદવાની સલાહ આપી છે. ત્યારે માર્કેટના જાણકારોની માનીએ તો સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે.

મિસ્ડ કોલ કરી આ રીતે  જાણો સોનાના ભાવ

ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ