બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / goddess saraswati sits on the tongue

આસ્થા / આ સમયે ગમે તે બોલતા પહેલા ચેતજો! વાણી પર સરસ્વતી વિરાજમાન થતાં હોવાની છે માન્યતા

Bijal Vyas

Last Updated: 10:32 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરના વડીલો જો તમે કંઈ ખોટું બોલો તો ગુસ્સે થઈ જાય છે. તો આવો જાણીએ દિવસનો કયો સમય છે જ્યારે દેવી સરસ્વતી જીભ પર બિરાજે છે.

  • સરસ્વતી દિવસમાં એકવાર જીભ પર બેસે છે
  • માટે આ સમયે ખૂબ સમજી વિચારીને બોલો
  • આ કારણે ઘરના વડીલો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું કહે છે.

Saraswati devi : દેવી સરસ્વતીને સંગીત અને વિદ્યાની દેવી કહેવામાં આવે છે. વિદ્યાર્થી જીવનમાં પરીક્ષા આપતા પહેલા દરેક વ્યક્તિ ચોક્કસપણે તેમની પૂજા કરે છે. આ સિવાય વડીલો દેવી સરસ્વતી વિશે વધુ એક વાત કહે છે કે સરસ્વતી દિવસમાં એકવાર જીભ પર બેસે છે. તે સમયે તમે જે બોલો છો તે સાચું પડે છે. તેથી જ તમે કંઈ ખોટું બોલો તો ઘરના વડીલો ગુસ્સે થઈ જાય છે. તો આવો જાણીએ દિવસનો કયો સમય છે જ્યારે દેવી સરસ્વતી જીભ પર બિરાજે છે.

વસંત પંચમી પર કરો પીળા રંગના આ ઉપાય, બુદ્ધિની સાથે ઘરમાં ધનની પણ થશે વૃદ્ધિ  | Do this remedy of yellow color on Vasant Panchami wealth will also  increase in the house

ક્યારે બિરાજમાન થાય છે દેવી સરસ્વતી

  • માન્યતા અનુસાર, દેવી સરસ્વતી સવારે 3.20 થી 3.40ની વચ્ચે જીભ પર બિરાજે છે. એટલા માટે આ સમયે ખૂબ સમજી વિચારીને બોલો.
  • તમને એક વાત જણાવી દઈએ કે, સવારે 3 થી 4.30 સુધીનો સમય દેવતાઓ માટે છે. આને બ્રહ્મ મુહૂર્ત કહે છે. તેથી જ ઘરના વડીલો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું કહે છે.
  • આ સમય શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે આ મંત્રોનો જાપ કરવો જોઈએ-

સરસ્વતી મંત્રઃ 
ॐ श्री सरस्वती शुक्लवर्णां सस्मितां सुमनोहराम्।। कोटिचंद्रप्रभामुष्टपुष्टश्रीयुक्तविग्रहाम्।
वह्निशुद्धां शुकाधानां वीणापुस्तकमधारिणीम्।।
रत्नसारेन्द्रनिर्माणनवभूषणभूषिताम्।
सुपूजितां सुरगणैब्रह्मविष्णुशिवादिभि:।।
वन्दे भक्तया वन्दिता च। 

Tag | VTV Gujarati

ओम ऐं सरस्वत्यै ऐं नमः।
सरस्वती ॐ सरस्वत्यै नमः।
महाभद्रा ॐ महाभद्रायै नमः।
 महामाया ॐ महमायायै नमः।
 श्रीप्रदा ॐ श्रीप्रदायै नमः।

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ