બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / goddess lakshmi became angry due to these 7 bad habits

માં નારાજ... / જીવનમાં આ 7 ભૂલો અજાણતા પણ ન કરતાં, નહીંતર ઘરમાં આવેલી લક્ષ્મી પાછીપાની કરશે, આર્થિક તંગીમાં સપડાશો

Manisha Jogi

Last Updated: 08:37 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવનમાં તમામ લોકો સુખ, સમૃદ્ધિ અને ધનની કામના કરે છે. કઈ આદતોના કારણે લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • જીવનમાં તમામ લોકો સુખ, સમૃદ્ધિ અને ધનની કામના કરે છે
  • આ આદતોના કારણે લક્ષ્મી માતા નારાજ થઈ છે
  • લક્ષ્મી કૃપા મેળવવા માટે અપનાવો આ ઉપાય

જીવનમાં તમામ લોકો સુખ, સમૃદ્ધિ અને ધનની કામના કરે છે. આ ઈચ્છા પૂર્ણ કરવા માટે તમામ લોકો મહેનત અને કોશિશ કરે છે, જેથી માઁ લક્ષ્મીની વિશેષ કૃપા રહે. અનેક લોકો પાસેથી લક્ષ્મી માતા નારાજ થઈને જતા રહે છે, જેના કારણે આર્થિક સમસ્યા થવા લાગે છે. કઈ આદતોના કારણે લક્ષ્મી  માતા નારાજ થઈ જાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

લક્ષ્મી માતા કયા કારણોસર નારાજ થાય છે

  • ધાર્મિક માન્યતા અનુસાર જે સ્થળે સ્વચ્છતા અને પવિત્રતા હોય છે, ત્યાં લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહે છે. જે સ્થળે હંમેશાં ગંદકી રહે છે અને પવિત્રતાનું ધ્યાન રાખવામાં ના આવે તો લક્ષ્મી માતા નારાજ થઈને જતા રહે છે. 
  • શુક્રવારે ભૂલથી પણ ખાંડ અને ચાંદીનું દાન ના કરવું જોઈએ. નહીંતર આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. 
  • હિંદુ માન્યતા અનુસાર દિવસે અને સાંજે સૂવામાં આવે તો ધનલક્ષ્મી નારાજ થઈને જતા રહે છે. ભૂલથી પણ ગોધૂલિ સમયે ના ઊંઘવું જોઈએ. 
  • જે ઘરમાં સ્ત્રીઓનું સ્માન કરવામાં ના આવે ત્યાં માઁ લક્ષ્મીનો વાસ થતો નથી. આ કારણોસર હંમેશા સ્ત્રીઓનો આદર કરવો. 
  • જે ઘરમાં વાત વાતમાં લડાઈ ઝઘડા થતા હોય, અપશબ્દો બોલવામાં આવતા હોય ત્યાં લક્ષ્મી માતાનો વાસ થતો નથી. 
  • શુદ્ધતા અને પવિત્રતાનું ધ્યાન રાખવામાં ના આવે તો લક્ષ્મી માતાનો વાસ રહેતો નથી. લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે હંમેસા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. રાત્રે એંઠા વાસણ ના મુકી રાખવા જોઈએ. 
  • પાણી અને અન્નનો બગાડ થાય તો લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે. આ કારણોસર લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે ભૂલથી પણ અન્ન અને પાણીનો બગાડ કે અપમાન ના કરવું જોઈએ. 

લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે શું કરવું

  • લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માટે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ. 
  • ઘરમાં સ્વચ્છતા રાખવી. લક્ષ્મી માતા ગંદકીવાળી જગ્યાઓ પર વાસ કરતા નતી. 
  • લક્ષી માતાના આશીર્વાદ મેળવવા માટે ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરો અને દરરોજ પૂજા તથા શ્રીસૂક્તના પાઠ કરો. 
  • માઁ લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે, આ કારણોસર હંમેશા પૂજામાં કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ. 
  • લક્ષ્મી પૂજામાં શંખ, કોડી, મખાના, ખીર તથા અન્ય વસ્તુઓનો ભોગ ધરાવવો જોઈએ. 
  • ઘરમાં તુલસીનો છોડ લગાવીને તેની પૂજા તથા સેવા કરવાથી લક્ષ્મી માતાની કૃપા જળવાઈ રહે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ