બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / Goa Police Found Nepal Mayor's Daughter Who Went Missing From Retreat

ગોવા / ઓશો સેન્ટરમાંથી ગુમ થઈ મેયરની છોકરી, મચ્યો હડકંપ, ગઈ ક્યાં આખરે ખુલ્યું રહસ્ય?

Hiralal

Last Updated: 04:58 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવાના ઓશો મેડિટેશન સેન્ટરમાંથી ગુમ થયેલી નેપાળના મેયરની પુત્રી આરતી હમાલની આખરે ભાળ મળી છે.

નેપાળના મેયર ગોપાલ હમાલની 36 વર્ષની પુત્રી આરતી હમાલ ગોવાના ઓશો સેન્ટરમાંથી ગુમ થઈ જતાં હડકંપ મચ્યો હતો. જોકે આખરે પોલીસે તેને ભારે જહેમત બાદ હોટલમાંથી મિત્રો સાથે શોધી કાઢી હતી. આરતી હમાલ ગોવામાં આવેલા ઓશો મેડિટેશન સેન્ટરમાંથી પોતાના મિત્રો સાથે ગુમ થઈ ગઈ હતી તે કોઈને કહ્યાં વગર જતી રહી હતી. તે મેડિટેશન સેન્ટરમાં પોતાનો ફોન મૂકીને જતાં તેનો કોન્ટેક્ટ થઈ શક્યો નહોતો. 

ગુમ થયાની ખબર કેવી રીતે પડી 
આરતી હમાલ ઘણા મહિનાઓથી ગોવાના આ મેડિટેશન સેન્ટરમાં રહેતી હતી પરંતુ એક દિવસ અચાનક ગુમ થઈ જતાં હડકંપ મચ્યો હતો. નેપાળના ધાંગધી સબ-મેટ્રોપોલિટન શહેરના મેયર, તેના પિતા ગોપાલ હમાલે એક્સ (અગાઉ ટ્વિટર) પર એક અપીલ પોસ્ટ કરી હતી, જેમાં ગોવાના દરેકને પોતાની પુત્રી શોધી આપવાની વિનંતી કરવામાં આવી હતી. પરિવાર તાબડતોબ વિમાનમાં બેસીને ગોવા આવ્યો હતો. 

પોલીસે કેવી રીતે શોધી
સૌથી પહેલા તો પોલીસે આખી ઘટનાની કડીઓ મેળવી હતી. આરતી હમાલ છેલ્લે 25 માર્ચના રોજ ઉત્તર ગોવાના સિઓલિમમાં જોવા મળી હતી, જે કમ્પોઝ અને કન્ટ્રોલમાં દેખાતી હતી. ત્યાર બાદ પોલીસે ભીષણ સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું અને ગોવાની દરેક હોટલની તલાશી લીધી અને જ્યાંથી ગુમ થઈ હતી ત્યાંથી 20 કિલોમીટર દૂર ચોપડેમ ગામની હોટલમાંથી 3 છોકરીઓ સાથે મળી આવી હતી. 

આરતી કોઈને કહ્યાં વગર કેમ હોટલ ગઈ?
પોલીસે આરતીને શોધી તો કાઢી પરંતુ સવાલ એ છે કે તે કોઈને કહ્યાં વગર છોકરીઓ સાથે હોટલમાં કેમ ગઈ હતી? તે એક મોટું રહસ્ય છે. આરતી હમાલ ગોવામાં અવારનવાર આવી રહી છે. આરતી ઓશો સેન્ટરમાં પોતાનો ફોન ભૂલીને આવી હતી જેને કારણે તેની ભાળ મળી શકી નહોતી. આરતી ઘણા સમયથી ઓશો મેડિટેશન સેન્ટરમાં રહેતી હતી. તે વિવાદિત ધર્મગુરુ ઓશોની સંન્યાસીની હોવાનું પણ સામે આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ