બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Glenn Maxwell Slams Heroic 201* As Australia Defeat Afghanistan In WC Thriller

વર્લ્ડ કપ / મેક્સવેલની ડબલ સેન્ચુરીનું તોફાન, અફઘાનિસ્તાન પાસેથી છીનવી લીધી જીત, સેમી ફાઈનલમાં એન્ટ્રી

Hiralal

Last Updated: 10:51 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં સત્તાવાર એન્ટ્રી મેળવી લીધી છે.

  • અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત
  • ઓસ્ટ્રેલિયાની વિધિવત રીતે સેમી ફાઈનલમાં એન્ટ્રી 
  • ગ્લેન મેક્સવેલની ડબલ સદી 

વર્લ્ડ કપની અત્યાર સુધીની સૌથી રોમાંચકકારી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલની ડબલ સદીથી અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં સત્તાવાર એન્ટ્રી મેળવી લીધી છે. એક તબક્કે ઓસ્ટ્રેલિયા હારની અણી પર હતું પરંતુ તોફાની બેટર મેક્સવેલે એકલે હાથે મેચ જીતાડી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી પરાજય આપ્યો હતો. પહેલા બેટિંગ કરીને અફઘાનિસ્તાને 5 વિકેટમાં 291 રન કર્યાં હતા જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટમાં 293 રન કર્યાં હતા. 

ગ્લેન મેક્સવેલની ડબલ સદી 

ગ્લેન મેક્સવેલ આ મેચનો હીરો રહ્યો છે. ઈજા થઈ હોવા છતાં પણ ગ્લેન મેક્સવેલે એકલે હાથે અફઘાનિસ્તાન પાસેથી જીત છીનવી લીધી હતી. મેક્સવેલે ડબલ સદીથી તોફાન મચાવ્યું હતું. તેણે 201 રન ફટકાર્યાં હતા. 

ડબલ સેન્યુચરી બાદ શું બોલ્યો મેક્સવેલ 
અફઘાનિસ્તાને તબાહ કર્યાં બાદ મેક્સવેલે પોતાની વિસ્ફોટક બેટિંગની ચર્ચા કરી છે. ગ્લેન મેક્સવેલે કદાચ લંગડાતી વખતે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી છે. ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાનના જડબામાંથી અસંભવ જીત છીનવી લીધી છે. ગ્લેન મેક્સવેલે મેચ બાદ પોતાની ઈનિંગ વિશે કહ્યું, 'આજે ફિલ્ડિંગ કરતી વખતે ખૂબ જ ગરમી હતી. મેં ઉનાળામાં વધારે કસરત નહોતી કરી. આજે ગરમીએ મારા પર કાબૂ મેળવી લીધો. હું મારા પગ પર ઉભો રહેવા અને ક્રિઝ પર રહેવા માંગતો હતો. તેમ છતાં મેં મારા શોટ્સ રમવાનો પ્રયાસ કર્યો.

91 રનમાં 7 વિકેટ ગુમાવી હતી

એક તબક્કે ઓસ્ટ્રેલિયા હારશે તે નક્કી હતું કારણ કે 91 રનમાં તેની સાત વિકેટ પડી ગઈ હતી પરંતુ ત્યાર બાદ આવેલા મેક્સવેલ એકલે હાથે બાજી સંભાળી લીધી હતી. મેક્સવેલના 201 રનમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ છે. 

ઓસ્ટ્રેલિયાની સેમી ફાઈનલમાં સત્તાવાર એન્ટ્રી
અફઘાનિસ્તાન સામેની ભવ્ય જીત બાદ ઓસ્ટ્રેલિયાની સેમી ફાઈનલમાં સત્તાવાર એન્ટ્રી થઈ છે. ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. 

ઈબ્રાહિમ જાદરાનની સદી બેકાર
વર્લ્ડ કપમાં અત્યાર સુધી વાનખેડે સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન સાબિત થઈ છે. આ ત્રણેય મેચની પ્રથમ ઇનિંગમાં અનુક્રમે 399, 382 અને 357 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ વખતે પણ અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો હતો. ઓપનર ઈબ્રાહિમ જાદરાન અણનમ 129 રન બનાવીને વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ અફઘાન બેટ્સમેન બન્યો હતો. જાદરાને પોતાની ટીમના દરેક બેટ્સમેન સાથે નાની-નાની ભાગીદારી કરી. રહેમાનુલ્લા ગુરબાઝ (21), કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી (26), રહમત શાહ (30) અઝમતુલ્લા ઓમરઝાઈ (22) બાદ છેલ્લી ઓવરોમાં રશીદ ખાનના 18 બોલમાં વિસ્ફોટક 35 રનના કારણે સ્કોરબોર્ડ પર 291 રનનો સ્કોર પડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ