બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Give me gold, I will give you cash', fraud with Gadda Gopinathji temple on the pretext of Manta, 200 grams of gold taken by Gathio Rafuchakkar

ચોંકાવનારો કિસ્સો / મને સોનું આપો, હું તમને કેશ આપીશ', માનતાના બહાને ગઢડા ગોપીનાથજી મંદિર સાથે છેતરપિંડી, 200 ગ્રામ સોનું લઇ ગઠિયો રફુચક્કર

Vishal Khamar

Last Updated: 08:31 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદનાં ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભગવાનને ચડાવવામાં આવેલું સોનું ખરીદવાની માનતા હોવાના નામે છેંતરપીંડી કરી છે. અજાણ્યા શખ્સ દ્વારા સોનું લીધા બાદ રૂપિયાની ચૂકવણી કરવાનું કહી ફરાર થઈ ગયો હતો. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે આરોપીને શોધી સોનું મંદિરને પરત અપાવ્યું હતું.

  • બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરમાં સોનાના નામે છેતરપિંડી 
  • 200 ગ્રામ સોનાની લગડીની ઠગાઈ થયાની મંદિર તંત્રએ નોંધાવી ફરિયાદ
  • પોલીસે આરોપીને ઝડપી પાડી મંદિરને સોનું પરત અપાવ્યું

ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભક્ત દ્વારા સોનાની છેંતરપીંડી મામલે ચેરમેને આપી પ્રતિક્રિયા આપી હતી કે, માનતા કરવાના નામે એક ભક્ત દ્વારા 200 ગ્રામ સોનું લઈ રફુચક્કર થઈ ગયો હતો.  મંદિરના મહેતાજી પોલીસમાં આપી હતી. અરજી આખરે ગઢડા પોલીસે ભક્તને શોધી પાડી સોનુ જપ્ત કર્યું છે. 

પોલીસે શખ્શને ઝડપી પાડ્યો
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ ગોપીનાથજી મંદિર સતત વિવાદોમાં જોવા મળતું હોય છે ત્યારે થોડા દિવસો પહેલા મંદિર માં એક હરિ ભક્ત આવેલ અને પોતાને માનતા હોય એટલે 200 ગ્રામ સોનુ લીધેલ અને પૈસા આપું તેમ કહી રફુચક્કર થઈ ગયેલ. જે અંગે મંદિરના મહેતાજી ગઢડા પોલીસમાં અરજી કરેલ. જે અંગે પોલીસ દ્વારા તપાસ કરતા આખરે હરિભક્તને ઝડપી પાડ્યો હતો.  પોલીસે શૈલેષ ઉઘાડ નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા પોતે સોનુ લઈ ગયો હોવાનું કબૂલાત શૈલેષ દ્વારા કરવામા આવેલ હતી. ત્યારે પોલીસ દ્વારા મંદિરને સોનુ પણ પરત અપાવેલ છે.

હરિજીવનદાસ સ્વામી (ચેરમેન, ગોપીનાથજી મંદિર ગઢડા)

અમુક લોકો મંદિરને બદનામ કરવાની પ્રવૃતિ કરે છે
આ સમગ્ર મામલે મંદિર ના ચેરમેન હરિજીવન સ્વામી દ્વારા જણાવેલ કે 10 ઓક્ટોબરના રોજ હરિ ભક્ત સોનુ લઈને જતો રહ્યો હતો.  ત્યારે કેટલાક લોકો ગઢડા ગોપીનાથજી મંદિરને બદનામ કરવાના હેતુથી પદભ્રષ્ટ આચાર્ય ગ્રુપના ટેકેદારો દ્વારા મંદિરને બદનામ કરવાની પ્રવૃતિ કરે છે.  જે મંદિરમાં રહેશે અને અનાજ ખાઈ ને મંદિરને બદનામ કરે છે.  તેને ભગવાન સદબુદ્ધિ આપે તેમ કહીને આચાર્ય ગ્રુપને ટકોર કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ