બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Girl fights with police during vehicle checking in Vadodara

હાથાપાઈ / VIDEO: વડોદરામાં નશામાં ટલ્લી યુવતીનો હાઇવૉલ્ટેજ ડ્રામા: પોલીસ પર હુમલાનો પ્રયાસ, અભદ્ર શબ્દો પણ કહ્યા

Malay

Last Updated: 11:24 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરામાં મોડી રાત્રે વાહન ચેકિંગ દરમિયાન નશામાં ધૂત યુવતીએ મચાવ્યો તમાશો, પોલીસકર્મીઓ સાથે હાથાપાઈ કરીને બોલ્યા અપશબ્દો, યુવતીએ પોલીસને કહ્યું મારો વીડિયો ઉતારી લો ને થાય તે કરી લો.

  • વાહન ચેકિંગ માટે યુવતીને રોકતા કર્યો ડ્રામા
  • પોલીસકર્મચારી સાથે યુવતીએ કરી ધક્કામુક્કી
  • યુવતીએ પોલીસકર્મચારીઓને બોલ્યા અપશબ્દો
  • પોલીસે યુવતી વિરુદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો નોંધ્યો ગુનો 

Vadodara News: વડોદરામાં નશાની હાલતમાં રસ્તા પર પોલીસ સાથે હાથાપાઈ કરનાર યુવતી સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો છે. હાલ ગોત્રી પોલીસે યુવતીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસની ટીમ કરી રહી હતી વાહન ચેકિંગ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગયા મહિને સર્જાયેલા ભયાનક અકસ્માત બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા સતત ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને રાત્રી દરમિયાન વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગઈકાલે રાત્રે વડોદરાના ગોત્રી ગોકુળ નગર પાસે પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસની ટીમે એક કારને ચેકિંગ માટે રોકી હતી. 

પોલીસ સાથે ઝપાઝપી કરી 
આ દરમિયાન કારચાલક યુવતી પોલીસ સાથે માથાકુટ કરવા લાગી હતી. ટીમે કાર ચેકિંગ કરવાનું કહેતા યુવતી ઉશ્કેરાઈ હતી, તે કારમાંથી નીચે ઉતરીને પોલીસ સાથે ધક્કામુક્કી કરવા લાગી હતી. યુવતીએ કારમાંથી બહાર આવીને મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું. મહિલા પોલીસકર્મીઓ દ્વારા યુવતીને સમજાવવા છતાં યુવતી પોલીસકર્મચારીઓને અપશબ્દો બોલી રહી હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે યુવતીએ ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીને લાફો માર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. 

યુવતીએ પોલીસકર્મચારીઓને બોલ્યા અપશબ્દો
વીડિયોમાં યુવતી દારૂના ચિક્કાર નશામાં હોય તેવું લાગી રહ્યું છે. તે પોલીસકર્મીઓ સાથે હાથાપાઈ રહી છે. જ્યારે પોલીસકર્મીઓ સતત તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુવતી નશાની હાલતમાં પોલીસકર્મચારીઓને અપશબ્દો બોલી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહામહેનતે મહિલા પોલીસની ટીમ નશેબાજ યુવતીને પોલીસ વાનમાં બેસાડે છે. હાલ ગોત્રી પોલીસે મોના હિંગુ નામની યુવતી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ