બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Girl dies suddenly due to heart attack in Ankleshwar: Four people lost their lives in 24 hours in Bharuch

હાર્ટઍટેકનો હાહાકાર / અંકલેશ્વરમાં 10 વર્ષની બાળકીનું હાર્ટઍટેકના કારણે અચાનક મૃત્યુ: ભરૂચમાં 24 કલાકમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા, રાજકોટમાં પણ એક મોત

Priyakant

Last Updated: 04:21 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Heart Attack News: ભરૂચમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા, રાજકોટમાં વધુ એક મોતનું કારણ હાર્ટઍટેક, અંકલેશ્વરમાં 10 વર્ષની બાળકીનું હાર્ટઍટેકથી મૃત્યું

  • ભરૂચમાં 24 કલાકમાં 4 લોકોના હાર્ટઍટેકથી મોત 
  • અંકલેશ્વરમાં 10 વર્ષની બાળકીનું હાર્ટઍટેકથી મૃત્યું
  • રાજકોટમાં વધુ એક મોતનું કારણ હાર્ટઍટેક

Gujarat Heart Attack News : ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટઍટેકની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ તરફ હવે અંકલેશ્વરમાં 10 વર્ષની બાળકીનું હાર્ટઍટેકના કારણે મૃત્યુ થયાનું સામે આવ્યું છે. આ સાથે ભરૂચમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ તરફ રાજકોટમાં પણ એક વ્યક્તિનું હાર્ટઍટેકથી મૃત્યુ થયું છે. 

ભરૂચમાં 24 કલાકમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા
ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં હાર્ટઍટેકના 5 બનાવો સામે આવ્યા છે. વિગતો મુજબ ભરૂચ જિલ્લામાં હાર્ટઍટેકના બનાવમાં 4ના મોત થયા છે. જ્યારે ભરૂચના 55 વર્ષીય ઈસ્માઈલ મતાદાર સારવાર હેઠળ છે. અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકી સહિત 3 ના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં અંકલેશ્વરની 10 વર્ષીય દિયાંશી કાપલેટીયાનું મોત, અંકલેશ્વરના નિલેશ પટેલ નામના 28 વર્ષીય યુવકનું મોત, અંકલેશ્વરના સંજુ લાલ નામના 29 વર્ષીય યુવકનું મોત અને જંબુસરના ખાનપુર દેહમાં 55 વર્ષીય યુવકનું મોત તો સુરેશભાઈ મિસ્ત્રી નામના વ્યક્તિનું હાર્ટઍટેકથી મોત થયા છે. 

રાજકોટમાં વધુ એક મોતનું કારણ હાર્ટઍટેક
રંગીલા રાજકોટમાં વધુ એક વ્યક્તિનું હાર્ટઍટેકને કારણે મોત થયું છે. વિગતો મુજબ રાજકોટના 52 વર્ષના હિતેષ ભટ્ટી નામના વ્યક્તિ હર સલૂનમાં હતા ત્યારે તેમણે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો છે. જે બાદમાં તેમનું હાર્ટઍટેક આવતા મોત થયું છે. 

ST ડ્રાઈવરને ચાલુ ડ્રાઇવિંગમાં આવ્યો હાર્ટઍટેક
સાબરકાંઠા જિલ્લામાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટઍટેક આવ્યો હતો. જોકે બસ ચાલકે સમય સૂચકતા વાપરી બસને સાઈડ કરી દેતાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ તરફ હાર્ટઍટેક બાદ તાત્કાલિક એસટી બસના ચાલકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ બસ ચાલકની તબિયત સ્થિર છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Heart Attack Gujarat Heart Attack News Heart attack હાર્ટઍટેક હાર્ટઍટેકે જીવ લીધો Gujarat Heart Attack News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ