બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ghodapur came into the Padalio river in Botad, people on bikes were stranded, see where and what kind of rain in Gujarat

સાર્વત્રિક મેઘમહેર / બોટાદમાં પાડલીયો નદીમાં આવ્યું ઘોડાપુર, બાઈકમાં સવાર લોકો તણાયા, જુઓ ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ

Vishal Khamar

Last Updated: 06:43 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા મનમુકીને સૌરાષ્ટ્રમાં વરસતા ધરતીનો તાત એવો ખેડૂતો ખુશખુશાલ થઈ જવા પામ્યો હતો.

  • આગામી 4 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
  • જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
  • તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ
  • બોટાદ શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ

રાજ્યમાં આગામી 4 દિવસ  વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લી વરસાદની આગાહી કરી છે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદમાં વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતનાં સુરત, ડાંગ, નવસારી, તાપી, દાદરાનગર, દમણ, અમરેલી, ભાવનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગઢડાના હામાપર ગામે પાડલીયો નદિમાં આવ્યું ઘોડાપુર
બોટાદમાં ગઢડાનાં હામાપર ગામે પાડલીયો નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેમાં બે બાઈક ચાલકો બાઈક સાથે તણાયા હતા. ત્યારે નદીમાંથી પસાર થતા પાણીનો પ્રવાહ વધારે આવતા બાઈક તણાયા હતા. એક બાઈકને બહાર કઢાયું અને એક બાઈક પાણીમાં તણાયું હતું. ભીમડાદ, રાજપરા, ખાખુઈ સહિતનાં ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો. 

 

રાજ્યનાં 27 તાલુકાઓમાં મેઘમહેર

આજે રાજ્યનાં 27 તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સવારે 6 થી 10 વાગ્યા સુધી રાજ્યનાં 27 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં પોરબંદરનાં કુતિયાણામાં સૌથી વધુ પોણો ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વસો અને હાલોલમાં અડધો ઈંચ વરસાદ થયો છે. ધોળકા, મહેમદાવાદ, મહુધા, ધોલેરામાં વરસાદ થયો છે. સાવરકુંડલા, ગીર, ગઢડા, સુત્રાપાડા, કઠલાલ, માતરમાં મેઘ મહેર થવા પામી છે. તેમજ બાવળા, ઠાસરા, કોડીનારમાં વરસાદ પડ્યો હતો.

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
જસદણ પંથકમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો છે. જેમાં જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આટકોટ, ગુંદાળા સહિતનાં ગામમાં વરસાદ પડ્યો હતો.

તાપી જિલ્લામાં ધીમીધારે વરસાદ
તાપી જીલ્લાનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. જેમાં વાલોડ તાલુકા સહિત શાહપોર, ખાંભલા સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. 

ઘોઘાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો
ભાવનગર જીલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો. ઘોઘાનાં ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમજ ખોખરા, સીદસર,  વાળુંકડ, ભીકડાં ગામે વરસાદી માહોલ છવાયો હતો. 

બોટાદ શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ
બોટાદ શહેરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો હતો. જેમાં શહેરનાં ભાવનગર રોડ, તાજપર રોડ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. તેમજ ટાવરરોડ, સ્ટેશન વિસ્તાર, મોટીવાડી વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. ભાવનગર રોડ પર આવેલ અંડર બ્રિજમાં પાણી ભરાયા હતા. ત્યારે વરસાદ થતા ખેડૂતોમાં આનંદની હેલી વ્યાપી ગઈ હતી. તેમજ વરસાદથી વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી.

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ
રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયેલો હતો. સતત બીજા દિવસે અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગોંડલ ચોકડી, અટિકા ફાટક, પીડી માલવયા કોલેજ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.  તેમજ શહેરનાં સ્વામિનારાયણ ચોક સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેમજ શહેરનાં દક્ષિણનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજકોટ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.  સતત બીજા દિવસે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. 

અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ 
અરવલ્લી જીલ્લામાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. ત્યારે મોડાસા, મેઘરજ અને માલપુર તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં મેઘરજનાં ભૂંજરી, લીમોદ્રા સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તેમજ માલપુરનાં સજ્જનપુર, કંપા, ગોવિંદપુરા સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ