બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Ghed Panthak flooded, 1 thousand acres of crops washed away, more than 20 villages without contact

ગ્રાઉન્ડ રિપોર્ટ / ઘેડ પંથક પાણીથી તરબોળ, 1 હજાર એકરનો પાક ધોવાયો, 20થી વધુ ગામ સંપર્ક વિહોણા, જુનાગઢની આ હાલાત જોઈ જીવ બળી જશે

Vishal Khamar

Last Updated: 07:15 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા બે દિવસથી જૂનાગઢમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે જૂનાગઢનાં ઘણા વિસ્તારો બેટમાં ફરેવાઈ ગયા છે. તો કેટલાક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે.

  • ઘેડ પંથકના ફૂલરામ ગામ બેટમાં ફેરવાયું
  • ફૂલરામ ગામેથી ઓસા તરફ જવાનો માર્ગ સંપૂર્ણ બંધ 
  • ફૂલરામ ગામે કેડ સમા પાણીમાં લોકો કરી રહ્યાં છે મુસાફરી 

 જૂનાગઢમાં ધોધમાર વરસાદને કારણે ફૂલરામ ગામ બેટમાં ફેરવાયું છે. ત્યારે વી ટીવીની ટીમે ઘેડ પંથકનાં ફૂલરામ ગામે પહોચી હતી. જ્યાં જઈને વી ટીવી ની ટીમે સમગ્રે સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. ફૂલરામ ગામેથી ઓસા તરફ જવાનો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. તેમજ ફૂલરામ ગામે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે ફૂલરામ ગામે કેડ સમા પાણીમાં લોકો જીવનાં જોખમે મુસાફરી કરી રહ્યા છે. ગ્રામજનો ઘરવખરી લેવા માટે કેડ સમા પાણીમાં જીવનાં જોખમે મુસાફરી કરી રહ્યા છે.

ચારેબાજુ પાણી જ પાણી છેઃ ગ્રામજનો
આ બાબતે વી ટીવીની ટીમે ગ્રામજનોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે,  ગત રોજથી વરસાદ બંધ છે.  પરંતું ચારે તરફ હજુ  પાણી પાણી જ છે. કેડ વિસ્તારનાં લોકોએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કેડ વિસ્તાર અમારો આખો પાણીમાં ગરકાવ છે. ત્યારે બાળકો સાથે નીકળેલ ગ્રામજનો જણાવ્યું હતું કે પાણી બઉ જ છે. આતો રીક્ષા છે તો નીકળી શકાય છે બાકી બહાર નીકળાય એવી પરિસ્થિતિ નથી. 

ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવેતર કરેલ પાકને પણ નુકશાન થયુંઃ ગ્રામજનો
જૂનાગઢમાં પડેલ ભારે વરસાદનાં કારણે ચારે તરફ પાણી પાણી જ છે. ત્યારે ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે ખેડૂતો દ્વારા વાવેતર કરેલ પાકને પણ નુકશાન થવા પામ્યું છે. તો બીજી તરફ ગામમાં પણ પાણી ભરાઈ જતા ગ્રામજનોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. તેમજ ગામમાં આવવા જવાનાં રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો કેટલાક ગામોમાં તો ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

સંપર્ક વિહોણા ગામના લોકો સાથે રમેશ ધડુકે કરી મુલાકાત
જૂનાગઢનાં કેશોદમાં વરસાદથી ઈન્દ્ર અને બેલગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ત્યારે સંપર્ક વિહોણા ગામનાં લોકો સાથે રમેશ ધડુકે મુલાકાત કરી હતી. જેસીબી પર બેસીને સાંસદ રમેશ ધડુકે ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. ત્યારે સાંસદ રમેશ ધડુકે વરસાદથી તારાજી મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તાત્કાલિક સર્વે બાદ ગ્રામજનોને સહાય ચૂકવાશે.  વરસાદનાં કારણે થતી હાલાકીને લઈ ગ્રામજનોમાં રોષ વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે કોઈ ધારાસભ્ય ગામમાં મળવા કે સ્થિતિ અંગે પૂછવા આવતું નથી. 

ઓસા ગામથી આગળના 20 ગામ સંપર્ક વિહોણા
જૂનાગઢનો સમગ્ર ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યા છે. ઓસા ગામથી આગળનાં 20 ગામ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે વરસાદ બાદ પણ ચારે બાજુ પાણી ભરાયાની સ્થિતિ છે. ગ્રામીણોને જીવન જરૂરિયાત વસ્તુની મુશ્કેલી પડી રહી છે. 

ગઈકાલે 2 યુવકો તણાયા હતા, જેમાંથી 1 યુવકનો આબાદ બચાવ
જૂનાગઢનાં ઓસા ગામમાં તણાયેલા યુવકની શોધખોળ હાથ ધરી છે. ગઈકાલે 2 યુવકો તણાયા હતા. જેમાંથી 1 યુવકનો આબાદ બચાવ થયો હતો. NDRF ની ટીમ અંકિત રાઠોડ નામનાં યુવકની શોધખોળ કરી રહી છે. તેમજ ધારાસભ્ય, સાંસદ અને અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. 

ભારે વરસાદ પડતાં ઓઝત ડેમ ઓવરફ્લો
જૂનાગઢ જીલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારે વરસાદ પડતા ઓઝત ડેમ ઓવરફ્લો થયો છે. વરસાદને કારણે સતત પાણીની આવકથી ડેમનાં દરવાજા ખોલાયા છે. ડેમ ઓવરફ્લો થતા કોયલાણા ગામમાં પાણી ફરી વળ્યા છે. ગામનાં અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ