બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Getting up early in the morning has many benefits for the body

આરોગ્ય / મોડા ઉઠવાનીની ટેવ હોય તો માનસિક ખતરો! સવારે વહેલા જાગવાના ફાયદા જાણી ઉડી જશે ઉંઘ

Kishor

Last Updated: 06:16 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારના સમયમાં આપણા શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે. જે સ્ટ્રેસ લેવલને ઓછો કરે છે.

  • મોડા ઉઠવાનીની ટેવ હોય તો આજે જ સુધારી નાખો
  • સવારે વહેલા જાગવાના ફાયદા છે અઢળક
  • મગજમાં રક્ત સંચાર વધવા સહીતના અનેક ફાયદા

વહેલા ઉઠવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. તેમ છતા નજર અંદાજ કરીને ઘણા લોકોને મોડા ઉઠવાની ટેવ હોય છે. જો સવારમાં આપણે વહેલા ઉઠીએ તો આપણુ મગજ તાજગીનો અનુભવ કરે છે. જેના કારણે આપણને ઘણા લાભ થાય છે. સવારના સમયમાં આપણા શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે. જે સ્ટ્રેસ લેવલને ઓછો કરે છે. જેથી સવારે વહેલા ઉઠવાથી આપણે આખો દિવસ તાજગીનો અનુભવ કરી શકીએ છીએ. સાથે જ સવારની તાજી હવા લેવાથી મગજમાં રક્ત સંચાર વધે છે. જેથી આપણી યાદશક્તિ મજબૂત બને છે.

શું વહેલા ઉઠવાની દરેક કોશિશ થઈ છે નિષ્ફળ, અજમાવો આ 5 ટિપ્સ, શરીર ખિલી ઉઠશે  tips to become an early bed person it will make you fit and fine

આ સિવાય સવારે ઉઠીને વ્યાયામ અને યોગ કરવાથી મન અને શરીર બંને ખુબ જ સારી રીતે કામ કરે છે. એક સંશોધન મુજબ સવારે કરવામાં આવેલ વ્યાયામ વજન ઓછો કરે છે અને તમારી ફિટનેસ લેવલને પણ વધારે છે. આમ સાયન્સની દ્રષ્ટીએ જોવામાં આવે તો વહેલા ઉઠીને વ્યાયામ કરવાથી શરીરને ખુબ ફાયદા થાય છે. બીજી તરફ આખો દિવસ પણ તનામમુક્ત અને તંદુરસ્ત ભર્યો જાય છે.

તનાવમાંથી મળશે મુક્તિ
સવારના સમયે આપણા શરીરમાં કેટલાક ખાસ પ્રકારના હોર્મોન્સ બનવાના શરૂ થાય છે.. જે આપણા મુડને ખુબ જ સારો રાખે છે.. જેથી સ્ટ્રેસ લેવલ અને તનાવ આપણો ઓછો થઈ જાય છે.. જો આપણે સવારે 4-5 વાગ્યે ઉઠી જઈએ તો આપણા શરીરમાં પર્યાપ્ત માત્રામાં કાર્ટિસોલ બને છે.. જે આપણા આખા દિવસને તનાવમુક્ત બનાવે છે.. આ સાથે જ જો વ્યાયામ કરવામાં આવે તો ખુબ લાભ થાય છે.. જેથી ડોક્ટર પણ આપણને વહેલા ઉઠવાની સલાહ આપે છે..

મગજ રહે છે તેજ
સવારે વહેલા ઉઠવાથી મગજને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. જેના કારણે આપણી યાદશક્તિ વધે છે અને ધ્યાન કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. સવારના સમયે હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે. જો આપણે સવારમા વહેલા ઉઠીને થોડુ એવુ વોકિંગ કરીએ અથવા તો યોગ કરીએ તો આપણા ફેફસાને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળે છે. જે ઓક્સિજન આપણા મગજ સુધી પહોંચે છે અને આપણા મનને ફ્રેશનેસનો અનુભવ કરાવે છે. જેથી સવારે વહેલા ઉઠીને વ્યાયામ અથવા તો યોગ કરવામાં આવે તો શરીરમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ