બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને ભોજનના કારણે શરીરમાં ઘણી બિમારીઓ ઉભી થાય છે. તેમાંથી એક છે પેટનો ગેસ. જણાવી દઈએ કે આજકાલ પેટમાં ગેસ બનવો ફક્ત વૃદ્ધો માટે જ નહીં પરંતુ યુવાઓ માટે પણ મોટી સમસ્યા બની ગયું છે. પેટમાં ગેસ બનવાથી મોટાભાગે પેટમાં દુખાવો, છાતીમાં દુખાવો કે માથામાં દુખાવાની ફરિયાદ રહે છે.
.jpg)
ADVERTISEMENT
આખો દિવસ બેસી રહેવાના કારણે અને વધારે પ્રમાણમાં ચાનું સેવન કરવાના કારણે ગેસ બની શકે છે. તેના માટે લોકો ઘણા પ્રકારની દવાઓ અને ઘરગથ્થુ ઉપાય કરે છે. પરંતુ તેનાથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ આવો જાણીએ.
આ 5 સરળ ઉપાય પેટના ગેસની કરી દેશે છુટ્ટી
ADVERTISEMENT

અજમો
જો તમારા પેટમાં ગડબડ છે કે ગેસ બની રહ્યો છે તો સેકેલા અજમાનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને ગેસની સમસ્યાથી જલ્દી રાહત મળી જશે. જણાવી દઈએ કે અજમામાં થાઈમોલ નામનું એક યૌગિક હોય છે. જે ગેસ્ટ્રિક એસિડને સ્રાવિત કરે છે અને પાચનમાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો ગેસની સમસ્યામાં અડધી ચમચી અજમાના બીજ પણ રાખી શકો છો.
ADVERTISEMENT

છાસ
નિયમિત છાસ પીવાથી પેટ સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર થાય છે. સામાન્ય રીતે ગેસની મુશ્કેલી હોવા પર તેને પીવાથી પેટનું પીએચ યોગ્ય રહે છે અને એસિડિટી દૂર કરે છે. જણાવી દઈએ કે છાસમાં લેક્ટિક એસિડ મળી આવે છે જે ગેસ્ટિક એસિડિટીથી તમને રાહત આપે છે. તેનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે અને હાથ-પગમાં બળતરાની સમસ્યાથી પણ રાહત મળે છે.
ADVERTISEMENT

કેળા
પેટમાં બળતરા, ગેસ, એસિડિટીની સમસ્યાને દૂર કરવા માટે કેળું ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જણાવી દઈએ કે કેળામાં મળી આવતા પેસટિન તત્વ ભોજન સાથે જોડાયેલી ગડબડીના કારણે થતી કબજીયાતને દૂર કરે છે. માટે તમે કેળાને ખાંડની સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. કેળાનું નિયમિત સેવન કરવાથી મોં અને પેટમાં પડેલા ચાંદાથી છુટકારો મળે છે.
ADVERTISEMENT

એપલ વિનેગર
એપ્પલ સાઈડર વિનેગરનું સેવન કરવાથી પેટમાં બનતા ગેસની સમસ્યાને દૂર કરી શકાય છે. તેના માટે તમારે 1 કપ પાણીમાં 2 મોટી ચમચી અનફિલ્ટર્ડ એપલ વિનેગરનો ઉપયોગ કરવાનો છે. તેનું દિવસમાં બે વખત સેવન કરવાથી તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી રાહત મળી શકે છે. જોકે તેનો ઉપયોગ કરવા પહેલા એક્સપર્ટની સલાહ જરૂરી છે.

જીરા પાણી
ગેસ્ટ્રિક કે ગેસની સમસ્યા માટે જીરા પાણી સૌથી બેસ્ટ ઘરગથ્થુ ઉપાય છે. જણાવી દઈએ કે જીરામાં જરૂરી તેલ હોય છે જે લાર ગ્રંથિઓને ઉત્તેજીત કરવાનું કામ કરે છે. તેનાથી ભોજન સારી રીતે પચે છે. આ પેટમાં વધારે ગેસના નિર્માણને પણ રોકે છે. જીરા પાણી બનાવવા માટે એક ચમચી જીરૂ લો. હવે બે કપ પાણીમાં 10-15 મિનિટ માટે તેને ઉકાળો. હવે ઠંડુ થયા બાદ ભોજન બાદ તેનું સેવન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.