બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Get ready to see the view of the white desert, helicopter ride starts on 27th, find out how much

કચ્છ / તૈયાર થઈ જાવ સફેદ રણનો નજારો જોવા માટે, 27મીએ હેલિકોપ્ટર રાઈડનો પ્રારંભ, જાણો કેટલું ભાડું

Vishal Khamar

Last Updated: 11:46 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સફેદ રણનો આકાશી નજારો હવે જોઈ શકાશે. મુખ્યમંત્રીનાં હસ્તે સફેદ રણ માટે જોય રાઈડનો પ્રારંભ કરાવશે. તબક્કાવાર ગુજરાતનાં યાત્રાધામો માટે હેલિકોપ્ટરની સુવિધા શરૂ કરાશે.

  • સફેદ રણનો આકાશી નજારો હવે જોઇ શકાશે 
  • સફેદ રણ માટે જોય રાઇડનો થશે પ્રારંભ 
  • CM ભૂપેન્દ્ર પટેલ જોય રાઇડનો કરાવશે પ્રારંભ

 રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે કચ્છમાં યોજાઈ રહેલા રણોત્સવનો આકાશી નજારો માણી શકાય તે માટે સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે કચ્છમાં રાજ્ય સરકાર દ્વારા નવું હેલિપેડ બનાવવામાં આવ્યું છે.  

પ્રવાસીઓ રણોત્સવનો આકાશ નજારો માણી શકશે
રણોઉત્સવમાં આવતા પ્રવાસીઓ રણોત્સવનો આકાશી નજારો માણી શકે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા તા. 27 ડિસેમ્બરથી હેલિકોપ્ટર સર્વિસની શરૂઆત કરવામાં આવનાર છે. જેનું બુકિંગ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ જોય રાઈડ દ્વારા માત્ર 8 મિનિટમાં જ હેલિકોપ્ટરથી પ્રવાસીઓ રણોત્સવની મજા માણી શકશે. આ માટે ખાસ હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે.  આ રાઈડને ધોરડો જોય રાઈડ નામ પણ આપવામાં આવ્યું છે. ત્યારે આ રાઈડમાં વ્યક્તિ દીઢ 5900 નો ચાર્જ નક્કી કરાયો છે. તેમજ બુકિંગ માટે એરોટ્રાન્સની વેબસાઈટ પણ શરૂ કરવામાં આવી છે. 

ટેન્ટ સીટીમાં મોટાભાગે વિદેશી પ્રવાસીઓનાં આવતા હોઈ આ સુવિધા શરૂ કરાઈ
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આકાશી નજારો જોવા માટે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. તે જ રીતે કચ્છનાં ધોડરોનાં સફેદ રણમાં પણ હેલિપેડ બનાવવામાં આવ્યું છે. ત્યારે ઓનલાઈન બુકીંગ કર્યા બાદ કચ્છનાં ધોરડોનાં હેલિપેડ તરફ જવું પડશે. જ્યાં હેલિકોપ્ટર મારફતે 8 મિનિટમાં આકાશમાંથી સમગ્ર કચ્છનો નજારો માણી શકાશે.  ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા કચ્છનાં ટેન્ટ સીટીમાં મોટાભાગે વિદેશી પ્રવાસીઓ આવતા હોઈ તેઓનાં ઘસારાને ધ્યાને લઈ એરોટ્રાન્સ દ્વારા આ નવીન પ્રકારની સેવા શરૂ કરવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ