બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Get 5 times profit by growing 4 grains in the field simultaneously

તમારા કામનું / એકસાથે ખેતરમાં 4 ધાન્ય ઉગાડીને મેળવો 5 ગણો નફો, ખેડૂતોને આ ટેક્નિક થશે અનેક ગણી લાભદાયક

Arohi

Last Updated: 04:32 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ખેતી નાના અને મધ્યમવર્ગી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. જે ખેડૂતોની પાસે જમીન ઓછી છે તે ઓછી જગ્યા પર પણ એક સાથે અલગ અલગ પાક ઉગાડી શકે છે.

  • એક ખેતરમાં એક સાથે કરો અલગ અલગ ખેતી 
  • મલ્ટીલેયરલ ખેતીમાં ઓછા ખર્ચ પર થશે નફો 
  • આ રીતે કૃષિથી 70 ટકા સુધી પાણીની બચત 

કૃષિ ભારતની મોટાભાગની જનસંખ્યા માટે આજીવિકાનો સ્ત્રોત છે. સરકાર સતત પોતાના અન્નદાતાઓને ફાયદો કરાવવા માટે અલગ અલગ યોજનાઓ લોન્ચ કરે છે. ખેડૂતોની આવક વધારવા માતે જાગરૂરતા પ્રોગ્રામ પણ ચલાવવામાં આવે છે. 

કૃષિની આવી ઘણી ટેક્નિક છે. જેનાથી ખેડૂતોની આવકને વધારી શકાય છે. અમે તમને એવી જ એક ટેક્નીક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થશે. આ ટેક્નિકને મલ્ટી લેયર ફાર્મિંગ કહેવાય છે. 

જાણો શું છે મલ્ટીલેયર ફાર્મિંગ 
મલ્ટિલેયર ફાર્મિંગના નામ પરથી તે ખબર પડે કે આવી ખેતી એક જ સમયે એક જ જગ્યાએ કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં એક સાથે 3-4 પાકની ખેતી કરવામાં આવે છે. આ માટે ખેડૂતો પહેલા એવો પાક વાવે છે જે જમીનની અંદર ઉગે છે, ત્યાર બાદ તે જ ખેતરમાં શાકભાજી કે અન્ય ખેતી કરી શકે છે.

આ પ્રકારની ખેતીમાં સૌપ્રથમ એવા પાકો વાવવામાં આવે છે જે જમીનની નીચે રહે છે, પછી એવા પાકો વાવવામાં આવે છે જે જમીનના નીચલા સ્તર સુધી આવે છે, પછી વધી ઉંચા પાક વાવવામાં આવે છે. આ ખેતીમાં પાકની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે શક્ય હોય તો તાલીમ લેવી, તેમજ જરૂર જણાય તો નિષ્ણાતનો અભિપ્રાય પણ લેવો.

નાના ખેડૂતો માટે ફાયદાકારક
આ ખેતી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. જે ખેડૂતોની જમીન ઓછી છે તેઓ ઓછી જગ્યામાં પણ એક સાથે વિવિધ પાક ઉગાડી શકે છે. આ ખેતીમાં ખર્ચ ઘણો ઓછો થાય છે. 

અન્ય પાકોની સરખામણીએ ખર્ચ પણ ઓછો છે. આ ખેતીમાંથી ખર્ચ કરતાં પાંચ ગણો નફો થાય છે. નિષ્ણાતોના મતે જો આ ખેતીમાં કોઈ જમીન પર ખર્ચ 1 લાખ આવે તો ખેડૂત સરળતાથી 5 લાખ સુધીનો નફો મેળવી શકે છે.

પાણીની બચત
કૃષિ તજજ્ઞોના મતે આ ખેતીમાં પાણીની પણ બચત થાય છે. જણાવવામાં આવ્યું હતું કે આ ખેતી દ્વારા 70 ટકા સુધી પાણીની બચત થાય છે. આ ખેતીમાં પાક માટે જરૂરી હોય તેટલું ખાતર આપવું પડે છે. અન્ય પાકોને પોષક તત્વો પાકમાંથી એકબીજા સાથે ભળી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ